વડોદરા પોલીસને ફરીથી SMCએ ઊંઘતી ઝડપી..! ક્રાઇમ બ્રાન્ચ કચેરી પાછળ જ ધમધમતુ જુગારધામ, 12 જુગારી ઝડપાયા
તહેવાર આવે એટલે જુગારીયાઓ બેફામ થઇને તંત્રના ડર વગર પોતાનો અડ્ડો જમાડી બેસે છે, આવા જુગારધામ પર અવાર-નવાર પોલીસ તંત્ર દ્વારા દરોડા પાડીને ઝડપી પાડવામાં આવે છે છતા પણ જુગારધામ બંધ થતા નથી. તેવામાં SMCએ વડોદરા પોલીસને ફરીથી ઊંઘતી ઝડપી છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચ કચેરી પાછળ જ ધમધમતુ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે પાણીગેટ રાજા-રાણી તળાવ પાછળ મુખ્ય સૂત્રધાર હુસેનખાન ઉસ્માનખાન પઠાણ તથા તેનો ભાગીદાર અફઝલખાન પઠાણ (બંને રહેવાસી કલ્યાણ નગર)એ યાકુતપુરામાં લોકોને ભેગા કરીને જુગાર રમાડી રહ્યા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા નાસભાગ મચી ગઈ હતી.
પોલીસે સ્થળ પરથી 12 જુગારીઓને રંગે હાથી ઝડપી પાડ્યા છે. જુગારધામના સંચાલક સહિત 22 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્થળ પરથી 2.55 લાખ રૂપિયા રોકડા 14 મોબાઈલ અને 18 વાહનો સહિત 7.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats