Vadodara : પોલીસે ફિલ્મી સ્ટોરીને પણ ઝાંખી પાડતી મર્ડર મિસ્ટ્રીને ઉકેલી
બોલીવુડની કોઇ સસ્પેન્સ થ્રીલર મુવીને ટક્કર આપતી એક મર્ડર મિસ્ટ્રીને વડોદરા પોલીસે 12 દિવસમાં ઉકેલી નાંખી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.... વડોદરામાં મિત્રતાના વિશ્વાસભર્યા સંબંધો પરથી ભરોસો ઊઠી જાય તેવો વધુ કિસ્સો સામે આવ્યો છે.... સતીશે ટીવી પર પ્રસારિત થતો જાણીતો ક્રાઇમ શો ક્રાઇમ પેટ્રોલ જોવાનું શરૂ કર્યું અને તેના પરથી મર્ડરની થિયરી જાણી બાદમાં જૈમિનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.... ત્યારબાદ એક મિત્રએ તેનાં જ મિત્રની હત્યા કરી હતી....જે અંતર્ગત સતીશે ગત 31 માર્ચે જૈમિનને પોતાનાં ઘરે બોલાવ્યો અને તેને દારૂ પીવડાવ્યા બાદ ઓશિકા વડે મોઢું દબાવી જૈમિનની હત્યા કરી હતી.... એટલું જ નહીં પોતાનાં જ મિત્રનાં મૃતદેહ પરના ઘરેણાં લુંટી લઇ તેને બેંકમાં મુકી ગોલ્ડ લોન લીધી અને તેનાંથી તેનું અડધું દેવું ચુકતે કરી દીધું.... જૈમિનના મૃતદેહને રાઘવપુરા ગામ વચ્ચેની નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી.... જેમાં હત્યારા સતીશની માતાએ પણ મૃતદેહને સગેવગે કરવામાં મદદ કરી હતી.... વડોદરાની મકરપુરા પોલીસે આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ મૃતક જૈમિનના પિતાની એક અરજી અને ત્યારબાદ ડભોઇ રોડ પરના એક સીસીટીવી ફુટેજની મદદથી ઉકેલી નાંખ્યો હતો....પહેલાં તો આરોપી જીમ ટ્રેનર સતીશ પોલીસને ગોળ ગોળ ફેરવતો રહ્યો.... પરંતુ, બાદમાં પોલીસની કડકાઇમાં તે ભાંગી પડ્યો અને મર્ડરની કબુલાત કરી હતી....