જામનગરમાં વરસી આકાશી આફત, વિજળી પડતાં 3ના મોત

જામનગરમાં વિજળી પડવાના કારણે 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 2 ખેડૂત અને એક યુવતીનું વિજળીના કારણે મોત નીપજ્યું છે જ્યારે એક યુવક ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

image
X
છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. ઘણા જિલ્લાઓમાં તો ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગર જિલ્લામાં આકાશી આફતે ત્રણ વ્યક્તિનો ભોગ લીધો છે. 
જામનગરમાં વરસાદ સાથે વિજળી પડતાં 3 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગરના દોઢીયા ગામે વિજળી પડતાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જ્યારે જામ જોધપુરના બુટાવદર ગામે ખેતરમાં વિજળી પડતાં એક ખેડૂતનું મોત થયું છે. આ સિવાય નરમાણાં ગામમાં પણ ખેતરમાં વિજળી પડતાં અન્ય એક ખેડૂતનું મોત નીપજ્યું છે. 
પ્રાપ્ત વિગત અનુસાર જામનગરના દોઢિયા ગામે વાડી વિસ્તારમાં આકાશી વીજળી પડતા 30 વર્ષીય નિમિષાબેન નામની યુવતીનું મોત નીપજ્યું છે.  જ્યારે ખેતીકામ કરતા અલ્પેશ નામનો યુવાન વીજળીથી ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે ૧૮ વર્ષનો એક યુવક દાઝી ગયો છે. જ્યારે જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે રહેતા અને ખેતીકામ કરતા કિરીટસિંહ બચુભા ઝાલા પોતાની વાડીમાં બપોરના સમયે હતા તે દરમિયાન વીજળી પડતા તેનું મોત થયું હતું. 
આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. આ સિવાય લાલપુરના પ્રવેશ દ્વાર પર પણ આકાશી વીજળી પડી હતી જેના કારણે ગેઇટમાં નુકશાની થઇ હતી. 

Recent Posts

ગુજરાતમાં ચાંદીપુરાના 58 એકટીવ કેસ, જ્યાકે અત્યાર સુધીમાં 21 બાળકનાં મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 15 ઈંચ અને પોરબંદરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

વડોદરામાં ફાયરબ્રિગેડનું ટેન્કર પલટ્યું, યુવતીનો આબાદ બચાવ, જુઓ વીડીયો

IAS પૂજા ખેડકરે ટ્રેનિંગમાંથી હટાવવામાં આવી; જાણો શું કાર્યવાહી થઈ

ઉપલેટા અને ધોરાજીમાં વરસાદે સર્જી તારાજી, સમગ્ર પંથક જળમગ્ન

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી વધી રહી છે ? જુઓ શું કહે છે ડેટા

Microsoft Outage: સર્વર બંધ થતાં ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ, લોકોએ કહ્યું- આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે

ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી; પરિસ્થિતિ સામે સરકાર સજ્જ

અનામતના વિરોધમાં બાંગ્લાદેશ સળગ્યું; ભારતે તેને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો

યુપીમાં પોતાના જ પક્ષના વિવાદ વચ્ચે CM યોગી 27 જુલાઈએ પ્રધાનમંત્રીને મળી શકે છે