સરખેજ ભારતી આશ્રમ મામલે વિશ્વેશ્વરી ભારતીએ રડતાં રડતાં કર્યા મોટા ખુલાસા, જાણો શું કહ્યું

વિશ્વેશ્વરી ભારતીએ જણાવ્યું છે કે રમકડાં આ દીકરીના છે. મારા માટે હરિહરાનંદ ગુરુ છે. એ ગુરુ આ રીતે કરે તે યોગ્ય નહી. દીકરીને હું સંસ્કાર આપીને મોટી કરું છું. દીકરી શ્લોક બોલતી હશે. મારે કોઈના વિશે કઈ કહેવું નથી તેમ કહી વિશ્વેશ્વરી ભારતીએ તેમની વાત પૂર્ણ કરી છે. ઋષિ ભારતી બાપુને બદનામ કરવાનું ષડયંત્ર છે.

image
X
અમદાવાદના સરખેજના ભારતી આશ્રમનો વિવાદમાં એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે. વિવાદો શમવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના સરખેજ આશ્રમ પર આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજ દ્વારા કબ્જો કરવામાં આવ્યો. હરિહરાનંદ ભારતીએ ઋષિભારતી બાપુને શિષ્ય તરીકે બરખાસ્ત કર્યા હતા.  ગુરુ-શિષ્યના વિવાદ પછી પહેલીવાર વિશ્વેશ્વર ભારતી માતાજી સામે આવ્યા છે.  ત્યારે વિશ્વેશ્વરી ભારતીએ તેમના પર લાગેલા તમામ આક્ષેપો ફગાવી દીધા છે. દરમિયાન તેઓ રડી પડયા હતા. તેણે કહ્યું કે, ઋષિ ભારતી બાપુને બદનામ કરવાનું ષડયંત્ર છે. જેમાં અખાડો અમારો પરિવાર, તે કહેશે તેમ કરીશુ. 

વિશ્વેશ્વરી ભારતીએ  જણાવ્યું છે કે રમકડાં આ દીકરીના છે. મારા માટે હરિહરાનંદ ગુરુ છે. એ ગુરુ આ રીતે કરે તે યોગ્ય નહી. દીકરીને હું સંસ્કાર આપીને મોટી કરું છું. દીકરી શ્લોક બોલતી હશે. મારે કોઈના વિશે કઈ કહેવું નથી તેમ કહી વિશ્વેશ્વરી ભારતીએ તેમની વાત પૂર્ણ કરી છે.  ઋષિ ભારતી બાપુને બદનામ કરવાનું ષડયંત્ર છે. જેમાં અખાડો અમારો પરિવાર, તે કહેશે તેમ કરીશુ.
 

ઋષિ ભારતી બાપુને બદનામ કરવાનું ષડયંત્ર
 તેમજ ઋષિ ભારતીએ જણાવ્યું છે કે આ વિવાદ જમીનનો નહીં, અસ્તિત્વનો છે. મારા પર વ્યક્તિગત આક્ષેપ લગાવાયા છે. આક્ષેપ અંગે માતાજીએ સ્પષ્ટતા કરી છે. એ રૂમ માતાજીનો હતો, મારા રૂમની કોઈ વાત નથી. હરિહરાનંદ ભારતીને મારે સીધો પ્રશ્ન છે. કેમ જૂનાગઢ ભારતી આશ્રમનો વિવાદ ઉભો નથી થતો. જૂનાગઢ આશ્રમના મહંત એમના સમાજના છે. તેમને સ્વતંત્ર રીતે વહિવટ સોંપવામાં વાંધો નથી. તો પછી અમદાવાદના આશ્રમને લઇને જ કેમ વિવાદ થયા છે.  લંબે નારાયણ આશ્રમ પણ અમારો છે. સાથે જ તેમણે કહ્યું કે ભગવાન ગુરુજીને બુદ્ધિ આપે. આ જગ્યા અન્યની છે. ગામના ક્ષત્રિય સમાજ થકી આ આશ્રમ બનાવ્યો છે. વિશ્વેશ્વરી ભારતી માતાજીને સમાજે બેસાડ્યા છે. તમારો જે ટ્રસ્ટમાં હિસ્સો નથી ત્યાં હક કરવા જાઓ છો. હંમેશા મારા પ્રયાસ એવા રહ્યા કે ભારતી આશ્રમ બાપુએ જે ઉદ્દેશ્ય સાથે બનાવ્યો તે વિશેષ વટવૃક્ષ બને. આશ્રમમાં જાતિવાદ કેમ થાય છે.

ઋષિ ભારતીએ કહ્યું કે અખિલ ભારતીય અખાડા પરિષદમાંથી કોલ આવ્યા અને સતત ટ્રાવેલ કરી હરિદ્વાર ગયો. તેઓ હરિગીરીજી મહારાજને મળી જે કહે તે કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે અમારી અખાડાની આખરી કોર્ટ એ છે. તેમના નિર્ણયની રાહ જોવી જોઈએ. કોર્ટના આદેશ વગર ગેરહાજરીમાં પ્રવેશ કરવો તે ખોટું થયું છે. ભારતી આશ્રમનો પાયો નાખનાર અવંતિકા ભારતી બાપૂની 50મી પુણ્યતિથી નિમિતે ભંડારો હતો. પોલીસ અમે પણ બોલાવી અને તેઓએ બોલાવી એ ખબર નથી પણ આ ખોટું થયું છે.

રૂમ મામલે જાણો શું કહ્યું 
ઋષિ ભારતીએ કહ્યું કે જે રૂમ બતાવ્યો તે માતાજીનો રૂમ હતો. માતાજીના રૂમને મારો કેવી રીતે બતાવી શકે. સાથે જ વિશ્વેશ્વરી ભારતી માતાજીના રૂમ અંગે તેઓએ કહ્યું કે રૂમનો પ્રશ્ન આવ્યો તે માતાજીએ ખુલાસો કર્યો. સ્ત્રી કે પુરુષ હોય બંનેની ગરીમા હોય. આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા તે યોગ્ય નથી. બાપ થઈ દીકરીને અપમાનિત કરો તે યોગ્ય નથી. લોકો સાથે એક આત્માનો સબંધ છે.  મારા ભક્તોની ભાવના હશે તેની સાથે છું. મારા સેવકો જે નિર્ણય લેશે તે આખરી રહેશે. મેં આશ્રમ છોડ્યો ન હતો, હું બહાર હતો. હું સીએમને મળવા અને અન્ય કાર્યક્રમમાં હતો. પછી જો જાઉં તો સંઘર્ષ થાય, જે સંઘર્ષ ઇચ્છતો નથી એટલે ન ગયો.

Recent Posts

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા

અંક જ્યોતિષ/ 14 સપ્ટેમ્બર 2024 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 14 સપ્ટેમ્બર 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સમયની પણ થશે બચત, જાણો કેટલું ચુકવવું પડશે ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડશે, PM મોદી બતાવશે લીલી ઝંડી

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર હંગામો, આજે હજારો હિન્દુઓ વિરોધમાં આવ્યા બહાર

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અરવિંદ કેજરીવાલને આ શરતો પણ મળ્યાં છે જામીન, જાણો કયા કામ નહીં કરી શકે

વકફ બિલના સમર્થન માટે અનોખી રીત, ગણેશ પંડાલોમાં લગાવાવમાં આવ્યા પોસ્ટર અને સ્કેનર