7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલુ, બંગાળના રાયગંજમાં TMC કાર્યકરો અને BJP ઉમેદવારો વચ્ચે ઘર્ષણ

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. બિહારની 7, મધ્યપ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1, બંગાળની 4, તમિલનાડુની 1 બેઠક સાથે હિમાચલ પ્રદેશની 3 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.

image
X
બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ સહિત દેશના 7 રાજ્યોની 13 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આમાંથી ઘણી બેઠકો લોકસભાની ચૂંટણી બાદ ખાલી પડી છે. આનું કારણ એ છે કે ઘણા ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણી લડી હતી, જે જીત્યા બાદ તેઓએ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે, આમાંથી કેટલીક બેઠકો ધારાસભ્યોના મૃત્યુ બાદ પણ ખાલી રહી છે.

કયા રાજ્યની કેટલી બેઠકો પર ચૂંટણી?
આજે બિહારની રુપૌલી, મધ્યપ્રદેશની અમરવાડા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની જલંધર પશ્ચિમ, બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા, માનિકતલા, તમિલનાડુની વિકરાવંડી સીટ તેમજ હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાલાગઢ સીટ પર આજે મતદાન થશે. મતદાન છે. આ બેઠકો પર પેટાચૂંટણી માટે જાહેરનામું 14 જૂને બહાર પાડવામાં આવ્યું હતું, નામાંકન માટેની છેલ્લી તારીખ 21 જૂન હતી. 24 જૂને સ્ક્રુટીની પૂર્ણ થઈ હતી. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી હતી. આ ચૂંટણીના પરિણામ 13 જુલાઈના રોજ આવશે.

બંગાળમાં મતદાન વચ્ચે અથડામણ
પશ્ચિમ બંગાળની રાયગંજ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી દરમિયાન ટીએમસી કાર્યકર્તાઓ અને ભાજપના ઉમેદવારો વચ્ચે ઘર્ષણના સમાચાર છે.

#WATCh | Uttar Dinajpur, West Bengal | Scuffle between TMC party workers & BJP candidate for Raiganj Assembly bypolls, Manas Kumar Ghosh at a polling booth, in Raiganj.

Krishna Kalyani is the TMC candidate from the Raiganj assembly seat in the by-election. pic.twitter.com/g3xnal8qgN
— ANI (@ANI) July 10, 2024

હિમાચલની ત્રણેય વિધાનસભા બેઠકો ભાજપ જીતશેઃ જયરામ ઠાકુર
હિમાચલ પ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકો પર બુધવારે યોજાઈ રહેલી પેટાચૂંટણી અંગે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા જયરામ ઠાકુરે કહ્યું કે લોકો ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 16 ટકાથી વધુ મતદાન થયું છે. આ ત્રણેય વિધાનસભા ક્ષેત્રમાં સરકાર પર ભારે દબાણ સર્જાયું છે. લોકશાહી પ્રણાલીના ટુકડા થઈ ગયા છે. અમારા કાર્યકરોને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. પરંતુ આમ છતાં જનતા ભાજપને સાથ આપશે અને પક્ષના ધારાસભ્યોને વિજયી બનાવશે.

7 રાજ્યોની 13 વિધાનસભા સીટો પર સવારે 9 વાગ્યા સુધી કેટલું મતદાન થયું?
સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર સવારે 9 વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે.

બિહારની રૂપૌલી - 9.23 ટકા
હિમાચલ પ્રદેશનું હમીરપુર - 15.71 ટકા
હિમાચલ પ્રદેશના નાલાગઢ – 16.48 ટકા
હિમાચલ પ્રદેશના દેહરા - 15.70 ટકા
મધ્ય પ્રદેશના અમરવાડા - 16.90 ટકા
પંજાબ જલંધર પશ્ચિમ - 10.30 ટકા
તમિલનાડુની વિક્રવંડી – 12.94 ટકા
ઉત્તરાખંડનું બદ્રીનાથ – 6.50 ટકા
મેંગલોર, ઉત્તરાખંડ – 8.58 ટકા
પશ્ચિમ બંગાળનું રાયગંજ - 10.01 ટકા
પશ્ચિમ બંગાળના માણિકતલા - 9.01 ટકા
પશ્ચિમ બંગાળના રાણાઘાટ દક્ષિણ - 11.58 ટકા
પશ્ચિમ બંગાળના બગડા - 10.61 ટકા

Recent Posts

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 15 ઈંચ અને પોરબંદરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

વડોદરામાં ફાયરબ્રિગેડનું ટેન્કર પલટ્યું, યુવતીનો આબાદ બચાવ, જુઓ વીડીયો

IAS પૂજા ખેડકરે ટ્રેનિંગમાંથી હટાવવામાં આવી; જાણો શું કાર્યવાહી થઈ

ઉપલેટા અને ધોરાજીમાં વરસાદે સર્જી તારાજી, સમગ્ર પંથક જળમગ્ન

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી વધી રહી છે ? જુઓ શું કહે છે ડેટા

Microsoft Outage: સર્વર બંધ થતાં ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ, લોકોએ કહ્યું- આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે

ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી; પરિસ્થિતિ સામે સરકાર સજ્જ

અનામતના વિરોધમાં બાંગ્લાદેશ સળગ્યું; ભારતે તેને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો

યુપીમાં પોતાના જ પક્ષના વિવાદ વચ્ચે CM યોગી 27 જુલાઈએ પ્રધાનમંત્રીને મળી શકે છે

મહિલા એશિયાકપમાં ભારતની ધમાકેદાર શરૂઆત; પહેલી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું