લોડ થઈ રહ્યું છે...

વરિયાળીના પાણીનું સેવન કરવાથી થાય છે અને કે ફાયદા, જાણો અહીં

image
X
રોજિંદી જીવનશૈલીમાં મોટાભાગે લોકો વરિયાળીને માત્ર મૌખિક સ્વચ્છતા અથવા મોઢાનો સ્વાદ સુધારવા માટે વાપરતા હોય છે, પણ શું તમે જાણો છો કે વરિયાળીના બીજનું પાણી સ્વાસ્થ્ય માટે પણ એટલું જ લાભદાયી છે? આ કુદરતી હરિત બીજ માત્ર પાચન સુધારતું નથી, પણ શરીરના અનેક રોગોને દૂર કરવામાં પણ સહાયક છે.

પોષક તત્વોથી ભરપૂર એક ઔષધીય પીણું

વરિયાળીમાં ઘણા પ્રકારના મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનિજ તત્વો રહેલા હોય છે:
વિટામિન્સ: વિટામિન C, E, K, A અને B કોમ્પ્લેક્સ
ખનિજ તત્વો: ફોલેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ
ફાઈબર અને એન્ટીઑક્સિડન્ટ: શરીરને ડિટોક્સ કરાવવામાં અને ચયાપચય (metabolism) વધારવામાં મદદરૂપ

વરિયાળીનાં પાણીના મુખ્ય ફાયદા

પાચનમાં સુધારો કરે
વરિયાળીના પાણીમાં એવા ગુણધર્મો હોય છે કે જે પાચનતંત્રને સક્રિય બનાવે છે. પાચન ઉત્સેચકોને ઉત્તેજિત કરીને ફૂડ ડાઈજેસ્ટ થવામાં સહાય કરે છે.

ગેસ અને કબજિયાતથી રાહત
વરિયાળીના કાર્મિનેટીવ (Carminative) ગુણધર્મો પેટમાં વધેલી ગેસ, ફૂલવું અને અસિડિટી જેવી તકલીફોમાં રાહત આપે છે. તેમાં રહેલું ફાઈબર કબજિયાત દૂર કરે છે.

શરીરને ડિટોક્સ કરે
વરિયાળીનાં પાણીનું નિયમિત સેવન શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ શરીરનું overall health સુધારે છે અને ત્વચા પણ ચમકદાર બને છે.

તવચા અને શ્વસન તંત્ર માટે ફાયદાકારક
એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટીઑક્સિડન્ટ ગુણોને કારણે ત્વચાની ચમક અને સ્વચ્છતામાં વધારો થાય છે. શ્વાસતંત્ર પણ તંદુરસ્ત બને છે, શ્વાસમાં તાજગી રહે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ
વરિયાળીનાં પાણીથી ચયાપચય ઝડપે છે, જેના કારણે ચરબી ઓગળી શકે છે. ખાલી પેટે પીવાથી લાંબા ગાળે વજન ઘટાડવા માટે સહાયક બની શકે છે.

Disclaimer:
લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો પ્રશ્નો અથવા સમસ્યા હોય, તો  તમારા ડૉક્ટરની સલાહ લો.

Recent Posts

શું ઉનાળામાં તમારા ચાંદીના ઘરેણાં પડી જાય છે કાળા, તો આ ટિપ્સથી બનાવો નવા

જો તમને પણ એસિડિટીની સમસ્યા રહે છે તો આ ફળોનું સેવન ટાળો, નહીં તો થશે આ મુશ્કેલી

તરબૂચની છાલ ફેંકતા નહીં! તે ચહેરાની ખોવાયેલી ચમક પાછી લાવશે, જાણો તેને ઉપયોગ કરવાની પદ્ધતિ

આખા ઉનાળામાં ખાઓ આ 5 ઉનાળાના ફળો, યુરિક એસિડનું પ્રમાણ થઈ જશે ઓછું

આ કાળા બીજ ઉનાળામાં શરીરને રાખશે ઠંડુ, જાણો તેના અદ્ભુત ફાયદા

આ 3 બીજ સાંધાના દુખાવા માટે છે અમૃત સમાન, દરરોજ દહીંમાં ઉમેરીને ખાવાથી થશે ફાયદો

વજન ઘટાડવાથી લઈને ત્વચાની ચમક વધારવા સુધી, ગુલાબની ચા ફક્ત એક કે બે નહીં પરંતુ ઘણા કિસ્સાઓમાં ફાયદાકારક

લાઇફસ્ટાઇલમાં આ 6 વસ્તુઓનો કરો સમાવેશ, પેટની ચરબી માખણની જેમ ઓગળશે

દરરોજ સૂતા પહેલાં પીઓ લવિંગનું પાણી, થશે આ ફાયદા

રંગો તમારા મૂડને સારો કે ખરાબ બનાવી શકે છે, જાણો દરેક રંગની મગજ શું અસર પડે છે