લોડ થઈ રહ્યું છે...

ધોની-પંત જે ન કરી શક્યા તે સંજુ સેમસને કરી બતાવ્યું, બનાવ્યો આ રેકોર્ડ

સંજુ સેમસન ભારતીય વિકેટ કીપર તરીકે T20Iમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે બાંગ્લાદેશ સામે 111 રન બનાવ્યા હતા. તેમના પહેલા આ ફોર્મેટમાં કોઈ ભારતીય સદી ફટકારી શક્યો ન હતો.

image
X
સંજુ સેમસને બાંગ્લાદેશ સામે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. તે T20I ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બની ગયો છે. તેના પહેલા એમએસ ધોની કે રિષભ પંત અને ઈશાન કિશન આ કરી શક્યા નહોતા.

બાંગ્લાદેશ સામેની ત્રીજી T20માં સંજુ સેમસને 47 બોલમાં 11 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાની મદદથી 111 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ તેની T20I કારકિર્દીની પ્રથમ સદી પણ છે. સંજુ સેમસન પહેલા ભારતીય વિકેટ કીપર તરીકે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઇશાન કિશનના નામે હતો. તેણે 2022માં શ્રીલંકા સામે 89 રનની ઇનિંગ રમી હતી.

રિષભ પંતે અત્યાર સુધી 76 T20I મેચ રમી છે જેમાં તેણે 66 ઇનિંગ્સમાં 1209 રન બનાવ્યા છે. જોકે પંતના નામે કોઈ સદી નથી, પરંતુ તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 65 રન છે. 2007 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન એમએસ ધોનીએ 98 T20I માં બે વખત 50 રનનો આંકડો પાર કર્યો હતો, પરંતુ તે ક્યારેય સદી સુધી પહોંચી શક્યો ન હતો. તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

Recent Posts

Delhi Blast Case : અલ ફલાહ યૂનિવર્સિટી પર ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, UGCની ફરિયાદના આધારે 2 FIR નોંધાઈ

તેલંગાણા હાઈકોર્ટની વેબસાઈટ હેક, કાનૂની દસ્તાવેજોને બદલે ખુલી સટ્ટા રાઇડ

Top News | રાજસ્થાનમાં ભારે ઠંડીની અસર | tv13 gujarati

ગાંધીનગરની ગોસીપ..

ગુજરાત CID ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ગુના અને ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ, ત્રણની ધરપકડ

Narmada: ડેડિયાપાડામાં PM મોદીનો હુંકાર, કહ્યું-"કોંગ્રેસે 6-6 દાયકા સુધી આદિવાસી સમાજને તેમના હાલ પર છોડી દીધો"

દિલ્હી બ્લાસ્ટને લઇ 200 ડોક્ટરો NIAની રડાર પર, એક બાદ એક બધાની કરાશે પૂછપરછ

Delhi Blast : 4 આતંકવાદી ડોક્ટરોના લાયસન્સ કેન્સલ, હવે પ્રેક્ટિસ કરી શકશે નહીં

રશિયાએ યુક્રેન પર 430 ડ્રોન અને 18 મિસાઇલોથી કર્યો હુમલો, 6 લોકોના મોત, 35થી વધુ ઘાયલ

કાળા સ્પોર્ટ્સ શૂઝ અને મરૂન કાપડ, આવી રીતે થઇ દિલ્હીના I20 હુમલાખોર ડૉ. ઉમર નબીની ઓળખ