નિકેત સંઘાણી, અમદાવાદ/ ભાજપ ભલે કોંગ્રેસ મુક્ત ભારત ની વાત કરે છે પરંતુ હવે ભાજપ ખુદ કોંગ્રેસ યુક્ત થઈ રહ્યું છે. ખાલી ગુજરાત ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપમાં અનેક નેતાઓ કોંગ્રેસી છે. ઘણી વખત તો ખુદ કોંગ્રેસી નેતાઓ કે જે ભાજપમાં ગયા છે તેમને એવું લાગતું હશે કે તે ભાજપમાં છે કે કોંગ્રેસમાં? વિધાનસભા થી લઈ મંત્રીમંડળમાં કોંગ્રેસી નેતાઓ જોવા મળે છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવી હતી ત્યારે બાદ હવે વધુ 5 ધારાસભ્યો જોડાતા ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થયું છે. ત્યારે એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે 2 આયાતું ધારાસભ્યોને મંત્રી પદ પણ મળશે.
ભલે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું પણ સાથે મુસીબત પણ વધવાના એંધાણ છે. કોંગ્રેસમાંથી આવેલ નેતાઓને ધારાસભાની ટિકિટ આપવામાં આવે છે અને હવે મંત્રી પદ પણ આપવામાં આવે છે. આ વાત ને લઈ મૂળ ભાજપના જૂના નેતાઓ અને કાર્યકર્તાઓમાં હવે નારાજગી જોવા મળી છે. જોકે છાણેખૂણે જે નારાજગી હતી તે જાહેર થવા લાગી છે. અમરેલીથી શરૂ થયેલ આ વિરોધનો વંટોળ કયા સુધી પહોંચે એ જોવાનું રહ્યું છે. પૂર્વ સાંસદ નારણભાઇ કાછડિયાએ આ મામલે જાહેરમાં વિરોધ કર્યો હતો. ત્યારે હવે વધુ 5 આયાતું ધારાસભ્ય ભાજપમાં છે. જેમાંથી કોંગ્રેસના બે પૂર્વ નેતાઓને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. ત્યારે હવે ભાજપમાં વિરોધ થવાના એંધાણ છે.
પડી શકે છે આ મોટી અસર
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી ત્યારે વિરોધ થયો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહીં પરંતુ મોદી ફેસ વધુ ઇફેક્ટ કરતો હતો. એટલે થયેલો વિરોધ શાંત થયો. પરંતુ હવે જોવાનું એ છે કે જો ભાજપનું સતત કોંગ્રેસીકરણ થાય તો ભાજપમાં જ ભાજપના નેતાઓને મોટા હોદ્દા મળવા મુશ્કેલ બનશે. અને આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણી પર આ અસર કરી શકે છે. જોકે હવે માર્કેટિંગ યાર્ડ અને સહકારી ક્ષેત્રે પણ કોંગ્રેસના નેતાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ અસર ગ્રામપંચાયત થી લઈ વિધાનસભાની ચૂંટણી સુધી પડી શકે છે.
જાણો શું કહ્યું હતું નારણ કાછડિયાએ
પૂર્વ સાંસદ કાછડિયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ કે આપમાંથી સવારમાં આવે, બપોરે હોદ્દો મળે, બીજા દિવસે કેબિનેટ મંત્રીના પદ મળે, સંગઠનના પદ મળે, ધારાસભ્યની ટિકિટ મળે તો ભાજપના સાંસદ તરીકે પાર્ટીમાં રહો તેનો અમને કોઈ વાંધો નથી. આપણે સરવાળો કરવાનો છે બાદબાકી નહીં પણ ભાજપના કાર્યકર્તાના ભોગે નહીં. ભાજપનો કાર્યકર્તા 35-35 વર્ષથી ભાજપના ઝંડા લગાવતો હોય, નારા લગાવતો હોયો અને કાલે સવારે જેને લાવો તે સ્ટેજ પર બેસતો હોય અને સિનિયર કાર્યકર્તા સામે બેસે તે કેટલે અંશે વાજબી છે?
હાલમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આ મંત્રીઓ કોંગ્રેસના
લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચુંટણી પણ હવે ચૂંટણી પહેલા ભાજપમાં ભરતીમેળો એક પ્રથા બની ચૂકી હોય તેમ લાગી રહ્યું છે. જેની અસર જૂના જોગીઓ અને રાજકીય ક્ષેત્રે આગળ આવનાર કાર્યકર્તાઓ પર પડે છે. જેને લઈ વિરોધ તો થયો છે. પરંતુ જોવાનનું રહ્યું હવે શું થાય છે. હાલ જો ભૂપેન્દ્ર પટેલ સરકારની વાત કરવામાં આવે તો રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, કુંવરજી હળપતિ અને બળવંતસિંહ રાજપુતને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે હજુ બે કોંગ્રેસી ધારાસભ્યને સ્થાન આપવામાં આવે તેવી સંભાવના છે.
2017 થી કોંગ્રેસના આ ધારાસભ્ય જોડાયા ભાજપમાં
કુંવરજી બાવળિયા- જસદણ વિધાનસભા બેઠક
જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
અલ્પેશ ઠાકોર- રાધનપુર વિધાનસભા બેઠક
પ્રવિણ મારુ- ગઢડા વિધાનસભા બેઠક
બ્રિજેશ મેરજા- મોરબી વિધાનસભા બેઠક
સોમાભાઈ પટેલ- લીંબડી વિધાનસભા બેઠક
આશાબેન પટેલ- ઊંઝા વિધાનસભા બેઠક
જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
મંગળ ગાવિત- ડાંગ વિધાનસભા બેઠક
જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
પરસોત્તમ સાબરિયા- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક
પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા વિધાનસભા બેઠક
અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
ધવલસિંહ ઝાલા- બાયડ વિધાનસભા બેઠક
વલ્લભ ઘાવરિયા – જામનગર વિધાનસભા બેઠક
હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક
ભાવેશ કટારા- ઝાલોદ (2022માં ટિકિટ ન મળતા પક્ષ છોડ્યો)
મોહનસિંહ રાઠવા- છોટાઉદેપુર
ભગાભાઈ બારડ- તાલાળા
અર્જુન મોઢવાડીયા- ધારાસભ્ય પોરબંદર બેઠક
સી. જે ચાવડા- ધારાસભ્ય વિજાપુર બેઠક
અરવિંદ લાડાણી-ધારાસભ્ય માણાવદર બેઠક
ચિરાગ પટેલ- ધારાસભ્ય ખંભાત બેઠક
20 વર્ષમાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના મોટા નેતા
વિઠ્ઠલ રાદડિયા
જયેશ રાદડિયા
નરહરિ અમીન
રાઘવજી પટેલ
ધર્મેન્દ્રસિંહજાડેજા
બાવકુ ઊંધાડ
સી.પી.સોજીત્રા
જશાભાઈ બારડ
તેજશ્રી પટેલ
રામસિંહ પરમાર
અમિત ચૌધરી
માનસિંહ ચૌહાણ
સી.કે.રાઉલજી
ભોળાભાઈ ગોહિલ
કરમશી પટેલ
મહેન્દ્રસિંહ વાઘેલા
બળવંતસિંહ રાજપૂત
પ્રહલાદ પટેલ
છનાભાઈ ચૌધરી
શામજી ચૌહાણ
ગિરીશ પરમાર
સુંદરસિંહ ચૌહાણ
નીમાબેન આચાર્ય
છબીલ પટેલ
રાજેન્દ્રસિંહ ચાવડા
પ્રભુ વસાવા
કુંવરજી હળપતિ
દલસુખ પ્રજાપતિ
પરસોતમ સાબરિયા
વલ્લભ ધારવિયા
જીવાભાઈ પટેલ
મનીષ ગિલીટવાલા
શંકર વારલી
લીલાધરભાઈ વાઘેલા
દેવજી ફતેપરા
પરબત પટેલ
તુષાર મહારાઉલ
ઉદેસિંહ બારીયા
લાલસિંહવડોદીયા
મગન વાઘેલા
ઈશ્વર મકવાણા
સુભાષ શેલત
ઉર્વશીદેવી
મનસુખ વસાવા
કરસનદાસ સોનેરી
ભાવસિંહ રાઠોડ
અનિલ પટેલ
નટવરસિંહ પરમાર
જયદ્રથસિંહ પરમાર
પીઆઈ પટેલ
મણીભાઈ વાઘેલા
અલ્પેશ ઠાકોર
પ્રદ્યુમનસિંહ જાડેજા
અક્ષય પટેલ
વિજય પટેલ
જીતુ ચૌધરી
હીરાભાઈ પટેલ
મંગળ ગાવિત
હાર્દિક પટેલ
ધવલ પટેલ
અમરીશ ડેર
મહેશ પટેલ
ચિરાગ કાલરીયા
કાંતિ સોઢા પરમાર
નીરંજન પટેલ
હિમાંશુ વ્યાસ
રોહન ગુપ્તા