દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે કયા કામને પ્રાથમિકતા આપવામાં આવશે?
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને ભાજપના પ્રવેશ વર્માએ કારમી હાર આપી છે. દિલ્હીમાં ભાજપ 27 વર્ષ બાદ સરકાર બનાવવા જઈ રહી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો 27 વર્ષ બાદ ભવ્ય વિજય થયો છે. AAPના સંયોજક કેજરીવાલ અને સિસોદિયાની કારમી હાર થઈ છે, અને ભાજપની દિલ્હીમાં જીત થઈ છે. જેને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યાલયે ભાજપના કાર્યકર્તા જીતની ઉજવણી કરી રહ્યા છે. ભાજપની જીત થતા હવે લોકોને દિલ્હીમાં ઘણા બદલાવની આશા જાગી છે અને અનેક લોકોના મનમાં પ્રશ્નો પણ થઈ રહ્યા છે કે દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે જ ભાજપ સરકાર કયા કયા કામને પ્રાથમિકતા આપશે, જેને લઈ ને ભાજપ નેતા પ્રવેશ વર્મા ANI સાથે વાત કરતા માહિતી આપી છે.
નવી દિલ્હી બેઠક પરથી AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડ્યા હતા. તેમની સામે ભાજપના નેતા પ્રવેશ વર્મા ઉભા રહ્યા હતા. તેમણે કેજરીવાલને કારમી હાર આપી છે. તેના કારણે દિલ્હીમાં તેમજ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ રહી છે. ANI સાથે વાત કરતા પ્રવેશ વર્માએ જણાવ્યું છે કે હું નવી દિલ્હીના મતદારોનો આભાર માનું છું. દિવસ રાત મહેનત કરનાર લાખો કાર્યકરોનું હું આભાર માનું છું. હું નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું કારણ કે આ જીત વાસ્તવિક રીતે એમની છે કારણે કે દિલ્હીના લોકોએ એમના પર વિશ્વાસ મૂક્યો છે. જેપી નડ્ડા અને અમિત શાહનો પણ આભાર. મુખ્યમંત્રી કોણ બનશે તે પ્રશ્ન પર તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અંગે પાર્ટીનો નિર્ણય હશે તે બધાને માન્ય રહશે.
ભાજપની સરકાર દિલ્હીમાં કયા કયા કામને પ્રાથમિકતા આપશે?
વધુમાં તેમને દિલ્હીમાં ભાજપ સરકાર બનતાની સાથે કયા કયા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે તેના પર તેમણે કહ્યું કે દિલ્હીમાં સૌથી પહેલા દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા આપવાનું કામ કરીશું, 2). ભ્રષ્ટાચાર સામે એસઆઈટીની રચના કરીશું, 3). યમુના રિવરફ્રન્ટ બનાવીશું, 4). દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરીશું, 5). દિલ્હીના ટ્રાફિકની સમસ્યાને હલ કરીશું, 6). દિલ્હીને સુંદર બનાવીશું. દિલ્હીને રાજધાની પર ગર્વ થશે તેવી રાજધાની બનાવીશું.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો છે, જેનાથી આમ આદમી પાર્ટી (AAP) ના ૧૦ વર્ષના શાસનનો અંત આવ્યો છે. ચૂંટણી પંચ અનુસાર, ભાજપે ૧૩ બેઠકો જીતી છે અને ૩૪ બેઠકો પર આગળ છે, કુલ ૪૭ બેઠકો મેળવી છે. બીજી તરફ, AAP એ ૧૧ બેઠકો જીતી છે અને ૧૨ બેઠકો પર આગળ છે, કુલ ૨૩ બેઠકો મેળવી શકે છે. કોંગ્રેસ પાર્ટી સતત ત્રીજી વખત એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ રહી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats