નારા 400 પારના પણ નેતાઓ કોના? ગત લોકસભા ચૂંટણીના કોંગ્રેસના આટલા ઉમેદવાર હાલ ભાજપમાં

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં તોડજોડની રાજનીતિએ ખૂબ વેગ પકડ્યો છે. આ દરમિયાન ચૂંટણી કોઈ પણ હોય પરંતુ એક વાત તો નક્કી છે. નેતાઓની નારાજગીઓ સતત સામે આવે અને પછી પક્ષ પલટાનું રાજકારણ શરૂ થાય છે. આ દરમિયાન ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 26 ઉમેદવારો પર હાલ નજર કરવામાં આવે તો 26 માંથી 9 ઉમેદવાર હાલ ભાજપમાં છે

image
X
નિકેત સંઘાણી, અમદાવાદ/ લોકસભાની ચૂંટણી પહેલા જ તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી હતી. ત્યારે વિપક્ષના નેતાઓ સતત ભાજપમાં જઈ રહ્યા છે. આ દરમિયાન ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડનાર 26 ઉમેદવારો માંથી હાલ 9 નેતાઓ ભાજપમાં છે. 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં તોડજોડની રાજનીતિએ ખૂબ વેગ પકડ્યો છે. આ દરમિયાન ચૂંટણી કોઈ પણ હોય પરંતુ એક વાત તો નક્કી છે. નેતાઓની નારાજગીઓ સતત સામે આવે અને પછી પક્ષ પલટાનું રાજકારણ શરૂ થાય છે. આ દરમિયાન ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 26 ઉમેદવારો પર હાલ નજર કરવામાં આવે તો 26 માંથી 9 ઉમેદવાર હાલ ભાજપમાં છે. જ્યારે 14 જ કોંગ્રેસમાં છે. 2 નિષ્ક્રિય છે જ્યારે એક નું મૃત્યુ થયું છે. 

ગત લોકસભા ચૂંટણીમાં  ગુજરાતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ત્યારે અન્ય કોઈ પણ પક્ષ વર્ષ 2014ની ચૂંટણીની જેમ ખાતું ખોલાવી શક્યા ન હતા. ત્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસના 26 ઉમેદવારો મેદાને હતા. તેમાંથી આ ચૂંટણીમાં 3 ઉમેદવારોને ફરી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસના નેતાઓ સતત રાજીનામાં આપી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે નેતાઓ સતત પક્ષ છોડી રહ્યા છે આ દરમિયાન કોંગ્રેસ કેટલુંક મનોમંથન કરશે. 

આ ઉમેદવારો જોડાયા ભાજપમાં 
1 ગાંધીનગર બેઠક- સી. જે. ચાવડા 
2 અમદાવાદ પશ્ચિમ- રાજૂ પરમાર
3 વડોદરા- પ્રશાંત પટેલ 
4 જામનગર- મુળુ કંડોરિયા 
5 સુરેન્દ્રનગર- સોમાભાઇ પટેલ 
6 દાહોદ- બાબુભાઇ કટારા 
7 છોટાઉદેપુર- રણજીતસિંહ રાઠવા 
8 વલસાડ- જીતુ ચૌધરી 
9 નવસારી- ધર્મેશ પટેલ 

Recent Posts

બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મ પિતામહ એન વાઘુલનું અવસાન, બદલી નાખી હતી ICICI બેંકની તસવીર

RCB VS CSK: મહત્વની મેચમાં બેંગલોરની રોયલ બેટિંગ; 10 ઓવરમાં 1 વિકેટે 78 રન

Loksabha Election 2024: ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 8889 કરોડ રૂપિયાની વસ્તુઓ અને રોકડ કર્યા જપ્ત

Loksabha Election 2024: INDIA Alliance દેશને બરબાદ કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી

RCB vs CSK: ટોસ હારીને બેંગલોર બેટિંગમાં; વરસાદના વિઘ્નથી મેચ રોકાઈ

Loksabha Election 2024: પાંચમા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ થયા શાંત, 20 મેના રોજ 49 લોકસભા બેઠકો પર થશે મતદાન

Exclusive | Debate | ચર્ચા છડે ચોક - મદરેસાનો સર્વે શા માટે? | LIVE | tv13 Gujarati

ત્રીજી વાર મોદી સરકાર બની તો આ શેર કરી દેશે માલામાલ; મળી શકે છે મજબૂત વળતર

સિંગાપોરમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, સરકાર આવી એક્શન મોડમાં

હંસલ મહેતાની સ્કેમ 2010 સીરિઝને લઈ સહારા કરી શકે છે કાનૂની કાર્યવાહી, જાણો શું છે મામલો