સંજય કપૂરની મિલ્કતનું વારસદાર કોણ? કોને મળશે કેટલો હિસ્સો, જાણો વિગત
બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરનું 12 જૂન, 2025ના રોજ લંડનમાં પોલો રમતી વખતે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમના નિધન બાદ માત્ર તેમના પરિવારજનો જ નહીં, પરંતુ સમગ્ર ઉદ્યોગ જગત પણ આઘાતમાં આવી ગયું હતું. સંજય કપૂર Sona Comstar નામની ઓટોમોટિવ કંપનીના ચેરમેન હતા, જેની માર્કેટ વેલ્યુ લગભગ ₹31,000 કરોડ જેટલી છે.
સોતેલી દીકરીને મળશે સૌથી મોટો હિસ્સો
સંજય કપૂરે ત્રણ લગ્ન કર્યા હતા. કરિશ્મા કપૂર સાથેના લગ્નમાંથી તેમને બે સંતાન—સમાયરા અને કિયાન—થયા હતા. ત્રીજા લગ્નમાં તેમણે મોડેલ અને ઉદ્યોગપતિ પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા, જેમના પૂર્વ પતિ વિક્રમ ચટવાલ સાથેની દિકરી છે સફીરા ચટવાલ. સંજયે સફીરાને દત્તક લીધેલી હતી અને ભારતીય કાયદા મુજબ દત્તક સંતાનને પણ વારસામાં સમાન હક મળે છે. મીડિયા અહેવાલો અનુસાર, સંજય કપૂરની મિલ્કતમાં સૌથી મોટો હિસ્સો સફીરાને મળશે.
કાયદેસર દાવેદારી અને દત્તક સંબંધ
સફીરા ચટવાલને દત્તક સ્વરૂપે સ્વીકારવાથી સંજય કપૂરે તેમને પોતાના સંતાન તરીકે કાયદેસર હક આપ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર માટે તૈયાર કરાયેલા શોક સંદેશમાં પણ સફીરાનું નામ પરિવારજનો સાથે સમાવિષ્ટ હતું, જે દર્શાવે છે કે તેણી પરિવારનો અભિન્ન ભાગ છે.
કરિશ્મા કપૂરના સંતાનો અને મિલ્કતનો હિસ્સો
હાલ સુધી સંજય કપૂરની કોઈ જાહેર વસીયત સામે આવી નથી. જો વસીયત ન હોય તો હિંદુ વારસા કાયદા મુજબ તમામ કાયદેસર વારસદારોને સમાન હક મળે છે. તેમાં કરિશ્માના સંતાનો સમાયરા અને કિયાન, ત્રીજા લગ્નમાંથી જન્મેલો પુત્ર અઝારિયસ અને દત્તક પુત્રી સફીરા તમામ ચાર બાળકો વારસદારીમાં સામેલ થાય છે.
પ્રિયા સચદેવની ભૂમિકા અને વ્યવસાયિક વારસો
સંજયના અવસાન બાદ તેમની ત્રીજી પત્ની પ્રિયા સચદેવને કંપનીના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સ્થાન મળ્યું છે. તેણી હવે પરિવારની મિલ્કત અને વ્યવસાયિક જવાબદારી સંભાળશે. એવું માનવામાં આવે છે કે પ્રિયા પોતાની દિકરી સફીરા અને પુત્ર અઝારિયસ માટે પણ મિલ્કતમાંથી હિસ્સો નિર્ધારિત કરશે.
સફીરાની ઓળખ અને અભિરૂચિ
19 વર્ષની સફીરા ચટવાલ હાલમાં ઇંગ્લેન્ડની Marlborough Collegeમાં અભ્યાસ કરે છે અને તેણી આંતરરાષ્ટ્રીય સંબંધો અને ભૂ-રાજકીય મુદ્દાઓમાં રસ ધરાવે છે. સાફીરાએ Diplomacy 2030 નામની સંસ્થા પણ સ્થાપી છે. સફીરા આકર્ષક વ્યક્તિત્વ અને સામાજિક પ્રવૃત્તિઓને કારણે માત્ર પરિવાર માટે નહીં પણ મીડિયા માટે પણ રસપ્રદ ચહેરો બની ગઈ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats