લોડ થઈ રહ્યું છે...

કોણ હતા ભારતના પેહલા હોલીવુડ સ્ટાર સાબુ દસ્તગીર? શા માટે બની રહી છે તેમની બાયોપિક?

image
X
ભારતના પ્રથમ હોલીવૂડ સ્ટાર સાબુ દસ્તગીરનું જીવન હવે ફિલ્મ અને વેબ સિરીઝ રૂપે રજૂ થવાનું છે. ‘Sabu: The Remarkable Story of India’s First Actor in Hollywood’ નામની જીવનકથા પર Almighty Motion Picture દ્વારા આ બાયોપિક બનાવવામાં આવશે. લેખિકા ડેબલીના મજુમદાર દ્વારા લખાયેલી આ જીવનકથા સાબુના અસાધારણ જીવનની કહાની કહે છે એક મહાવટના પુત્રથી લઈને હોલીવૂડના વોક ઓફ ફેમ સુધીની સફર.

મહાવટનો પુત્રથી હોલીવૂડ સુધીની યાત્રા
સાબુનો જન્મ 1924માં કરાપુરા, મૈસૂરમાં થયો હતો. બાળપણમાં જ માતા-પિતા ગુમાવ્યા બાદ તેણે હાથીઓના અસ્તબલમાં કામ કરવાનું શરૂ કર્યું. એક દિવસ અમેરિકન ફિલ્મ નિર્માતા રોબર્ટ ફ્લાહર્ટી તેને ‘Elephant Boy’ માટે પસંદ કર્યો. આ ફિલ્મ રુડયાર્ડ કિપલિંગની વાર્તા ‘Toomai of the Elephants’ પર આધારિત હતી અને સાબુ માત્ર 13 વર્ષની ઉંમરે હોલીવૂડમાં પ્રવેશ કર્યો.

વિશ્વભરમાં પ્રસિદ્ધિ અને ફિલ્મો
‘Elephant Boy’ પછી સાબુ ‘The Thief of Bagdad’, ‘Jungle Book’, ‘Arabian Nights’, અને ‘Black Narcissus’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો. તે હોલીવૂડમાં એક “એક્સોટિક હીરો” તરીકે ઓળખાયો, જો કે ઘણીવાર સ્ટીરિયોટાઇપ રોલ મળતા. તેમ છતાં, સાબુ એ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સાંસ્કૃતિક પુલ તરીકે ઓળખાયો.

વિશ્વયુદ્ધમાં વીરતા
સાબુએ અમેરિકન નાગરિકત્વ મેળવ્યા બાદ યુ.એસ. એર ફોર્સમાં એર ગનર તરીકે સેવા આપી. તેણે 42 મિશન ઉડાન ભરી અને Flying Cross તથા Air Medal જેવા સન્માન મેળવ્યા. તે reel-life હીરોમાંથી real-life હીરો બની ગયો.

મધર ઇન્ડિયામાં ભીરૂ બનવાનો મોકો ગુમાવ્યો
સાબુને ‘મધર ઇન્ડિયા’ ફિલ્મમાં ભીરૂની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો હતો, પણ વિઝા સમસ્યાને કારણે તે રોલ મળ્યો નહીં. આ રોલ પછી સુનીલ દત્તને મળ્યો. આ રીતે, સાબુ ભારતની ફિલ્મોમાં ક્યારેય દેખાયો નહીં જોકે તે ભારતીય હતો.

અકાળ મૃત્યુ અને વારસો
1963માં માત્ર 39 વર્ષની ઉંમરે સાબુનું હ્રદયરોગથી અવસાન થયું. તેમ છતાં, 1960માં તેને હોલીવૂડ વોક ઓફ ફેમમાં સ્થાન મળ્યું. Almighty Motion Pictureના પ્રોડ્યુસર પ્રભલીન સંધુ કહે છે કે, “સાબુ માત્ર સ્ટાર નહોતો તે સંસ્કૃતિઓ અને યુગો વચ્ચેનો પુલ હતો. તેના વારસાને જીવંત રાખવોએ અમારી જવાબદારી છે.”

Recent Posts

ભારતની સૌથી વૃદ્ધ અભિનેત્રી કામિની કૌશલનું નિધન, શાહરૂખ ખાનની દાદીનો કર્યો હતો રોલ

ગુજરાતી ફિલ્મ 'લાલો'નું બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન, હર્ષ સંઘવીએ કર્યા વખાણ

ગોવિંદા હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, ગઈકાલે મોડી રાત્રે બગડી હતી તબિયત

દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રની તબિયત સ્થિર, તબિયતમાં સુધારો થતા હોસ્પિટલમાંથી અપાઇ રજા, Video

ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે એશા દેઓલે આપી અપડેટ, કહ્યું પિતા સ્વસ્થ છે, ખોટી અફવાઓ ફેલાવશો નહીં

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ ₹60 કરોડના છેતરપિંડી કેસમાં FIR રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટનો કર્યો સંપર્ક

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક, ICUમાં ખસેડવામાં આવ્યા, પરિવાર અને ચાહકોમાં ચિંતા

સંજય ખાનની પત્ની ઝરીનનું 81 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી થયું અવસાન

કેટરિના કૈફ અને વિકી કૌશલ માતા-પિતા બન્યા, 42ની ઉંમરે પુત્રને આપ્યો જન્મ

બોલિવૂડ ગાયિકા સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે થયું અવસાન, લાંબા સમયથી રહેતા હતા બીમાર