શિસ્ત માટે જાણીતા પક્ષ ભાજપમાં શા માટે થયો ભડકો?
અન્ય પક્ષના નેતાઓને પોતાના પક્ષમાં ભરતાં ભાજપમાં ભડકો થવાનું શરૂ થઈ ચૂક્યું હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે જ દેશને કોંગ્રેસ મુક્ત કરવા ભાજપને કોંગ્રેસ યુક્ત કરવાની યુક્તિ ભારે તો નહી પડેને!
નિકેત સંઘાણી, અમદાવાદ/ શિસ્ત માટે જાણીતા પક્ષ ભાજપમાં હવે સતત વિવાદો સામે આવી રહ્યા છે. એક બાદ એક નેતાઓના નિવેદન અને પક્ષના આદેશથી ઉપર વટ જઈ કામ કરવું કે પક્ષ ટિકિટન ફાળવે તો અપક્ષ ચૂંટણી લડવું સામાન્ય થતું હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. દેશને કોંગ્રેસ યુક્ત બનાવવામાં ભાજપ કોંગ્રેસ યુક્ત થયું અને કકળાટ કમલમ સુધી પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું છે.
શિસ્ત માટે જાણીતા પક્ષ ભાજપમાં ચૂંટણી ટાણે ભરતી મેળો ચાલુ થાય છે. એક બાદ એક કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓ પોતાનો પક્ષ છોડી અને ભાજપમાં ભળી રહ્યા છે. આ સાથે તેમને વિધાનસભા કે લોકસભા, માર્કેટિંગ યાર્ડ કે અન્ય હોદ્દાઓ સોંપવામાં આવે છે. જેને લઈ વર્ષોથી પાર્ટી માટે કામ કરતાં અને હોદ્દાના સપના જોતાં કાર્યકરોના સપના પર પાણી ફરી વળે છે. પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યકર્તા કે નેતા બોલ્યા નથી. પરંતુ હવે નેતાઓની ધીરજ ખૂટી છે. અને ખૂલીને વિરોધ કરવાનું સારું થયું છે. જે ભાજપ માટે ખતરાની ઘંટી સમાન સાબિત થઈ શકે છે.
કોંગ્રેસના પૂર્વ નેતા જયેશ રાદડિયા ભાજપમાં જોડાયા અને તેમને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો ફરી ટિકિટ આપવામાં આવી. પરંતુ IFFCO ના ડાયરેક્ટર માટે જયેશ રાદડિયાને ભાજપનું મેન્ડેટ મળ્યું ન હતું. તેમણે ઉપરવટ જઈ અને ફોર્મ ભર્યું અને તે ચૂંટણી જીત્યા અને ડાયરેક્ટર બન્યા. વિવાદ ફક્ત ઉપરવટ પૂરતો ન રહ્યો. આ મામલે દિલીપ સંઘાણી અને સી આર પાટિલ સામસામે પણ આવી ગયા હતા. બીજી તરફ દિલીપ સંઘાણી IFFCO ના ચેરમેન બનતાની સાથે જ બિપિન ગોતાનું એક નિવેદન સામે આવ્યું તેમાં તેમણે દિલીપ સંઘાણીને શુભકામના તો પાઠવી પણ સાથે એમ પણ કહી દીધું કે વિધાનસભાની ચૂંટણી જીત્યા હોઈ તો વધુ સારું હતું.
અમરેલી ભાજપમાં પણ વિવાદ સામે આવ્યો અને સાંસદ નારણ કાછડિયા એક તરફ ટિકિટ કપાઈ હતી. ત્યારે આજે ખૂલીને ભાજપ પર ઉમેદવાર પસંદગીને ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે, ભાજપે મતદારોનો દ્રોહ કર્યો છે. આ સાથે નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા ડૉ. ભરત કાનાબારે પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઉમેદાવરોની ક્લોલીટી અને ગુણવત્તામાં વધારે કહીં કેવા જેવું નથી કારણ કે, હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે એટલે 'અબ પછતાએ ક્યા હોત જબ ચિડિયા ચૂગ ગઈ ખેત'
આ સાથે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસનો હાથ છોડ્યો અને ભાજપમાં જોડાણા. જેને લઈ એવી વાતો વહેતી થઈ હતી કે, જવાહર ચાવડા નારાજ છે. કારણ કે જવાહર ચાવડના સ્થાને અરવિંદ લાડાણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જેથી જવાહર ચાવડાને પોતાનું સ્થાન જોખમમાં લાગતું જણાતું હોઈ શકે છે. ત્યારે હવે ચૂંટણી બાદ અરવિંદ લાડાણીનો લેટર બોમ્બ સામે આવ્યો જેમાં તેમણે જવાહર ચાવડા પર ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યા હોવાનો આરોપ લગાવતો પત્ર સી આર પાટિલને લખ્યો છે. ત્યારે શિસ્ત માટે જાણીતા પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈ અને ભાજપના વર્ષો જૂના કાર્યકરો અને નેતાઓની નારાજગી સામે આવી રહી હોય તેમ લાગી રહ્યું છે.
વિસાવદર બેઠક પર સૌની નજર
હજુ વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જેમઆ ભૂપત ભાયાણીએ વર્ષ 2022માં આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી જીતી હતી. અને બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ હર્ષદ રિબડીયાનો આ બેઠક પર પરાજય થયો હતો. ત્યારે જો વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર થાય તો ભાજપ ભૂપત ભાયાણીને ટિકિટ આપે તો હર્ષદ રિબડીયા નારાજ થઈ શકે છે.
અન્ય પક્ષના નેતાઓને પોતાના પક્ષમાં ભરી અને ભાજપમાં ભડકો થવાનું શરૂ થઈ ચૂક્યું હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે જ દેશને કોંગ્રેસ મુક્ત કરવા ભાજપને કોંગ્રેસ યુક્ત કરવાની યુક્તિ ભારે તો નહી પડેને તે સવાલ પણ સતત સામે આવી રહ્યો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
TV13 Web : http://www.tv13gujarati.com/