શું ભુલ ભુલૈયા-3માં પણ અક્ષય કુમારનો કેમિયો હશે ? જાણો શું કહ્યું મી. ખેલાડીએ

આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન જોવા મળશે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અક્ષય કુમાર પણ 'ભૂલ ભુલૈયા 3'માં કેમિયો કરવા જઈ રહ્યો છે કારણ કે તે 'ભૂલ ભૂલૈયા 1'માં વિદ્યા બાલન સાથે પણ મુખ્ય ભૂમિકામાં હતો.

image
X
'સ્ત્રી 2'ની જોરદાર સફળતા બાદ ચાહકો હવે પછી 'ભૂલ ભૂલૈયા 3'ની રિલીઝની રાહ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું ટીઝર ઓગસ્ટના અંતમાં રિલીઝ થશે અને આ ફિલ્મ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.
કાર્તિક આર્યન સાથે ત્રણ હિરોઈન જોવા મળશે
આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન જોવા મળશે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અક્ષય કુમાર પણ 'ભૂલ ભુલૈયા 3'માં કેમિયો કરવા જઈ રહ્યો છે કારણ કે તે 'ભૂલ ભૂલૈયા 1'માં વિદ્યા બાલન સાથે પણ મુખ્ય ભૂમિકામાં હતો. જ્યારથી અક્ષય કુમારે 'ભૂલ ભૂલૈયા 3'માં કેમિયો કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે, ત્યારથી ચાહકો વિચારી રહ્યા છે કે આ રોલ કયા પ્રકારનો હશે પરંતુ એક અખબારે અક્ષય કુમારનો સંપર્ક કર્યો અને તેમને આ સવાલનો જવાબ પૂછ્યો. અક્ષયે સ્પષ્ટતા કરી છે કે તે 'ભૂલ ભુલૈયા 3'નો ભાગ નથી. અક્ષયે કહ્યું, "ના, બિલકુલ નહીં. આ ફેક ન્યૂઝ છે."
અક્ષય કુમારની આગામી ઘણી ફિલ્મો રીલીઝ થશે
અક્ષય કુમાર ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેન'માં જોવા મળશે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઓક્ટોબર 2024માં રિલીઝ થઈ શકે છે. આ સિવાય અક્ષય કુમારની 'વેલકમ ટુ ધ જંગલ', 'જોલી LLB 3' અને 'હાઉસફુલ 5' પણ સિનેમાઘરોમાં આવવાની છે.

Recent Posts

'એક યુગનો અંત આવ્યો', અમિતાભ બચ્ચને રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ, લખી આ ભાવનાત્મક પોસ્ટ

રતન ટાટાના નિધનના સમાચાર મળતાં જ દિલજીતે રોકી દીધી કોન્સર્ટ, જાણો શું કહ્યું

ભૂલ ભૂલૈયા 3નું ટ્રેલર રીલીઝ : રુહ બાબા ડબલ મંજુલિકાનો સામનો કરશે, હોરર-કોમેડીનો ફૂલ ડોઝ જોવા મળશે

ગોવિંદાને હોસ્પિટલમાંથી અપાઇ રજા, બહાર આવતાંની સાથે જ હાથ જોડીને ચાહકોનો માન્યો આભાર

રજનીકાંતને 3 દિવસ બાદ મળી હોસ્પિટલમાંથી રજા, સર્જરી વિના કરવામાં આવી હૃદયની સારવાર

વડાપ્રધાન મોદીએ રજનીકાંતને ફોન કરી ખબર અંતર પૂછ્યા

અભિનેતા ગોવિંદાને પગમાં વાગી ગોળી, રિવોલ્વર સાફ કરતી વખતે બની ઘટના

મિથુનદાને મળ્યો દાદા સાહેબ ફાળકે એવોર્ડ, વડાપ્રધાને પણ અભિનંદન પાઠવ્યા

કંગના રનૌતની ફિલ્મ ટૂંક સમયમાં થશે રિલીઝ, ઈમરજન્સીને આ 13 કટ સાથે મળ્યું U/A સર્ટિફિકેટ

સૈફ અલી ખાને કર્યા રાહુલ ગાંધીના વખાણ, કહ્યું- તેમણે જે કર્યું તે અદ્ભુત છે