ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ હશે કે નહીં? BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કરી સ્પષ્ટતા

ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સીને લઈને વિવાદ ઉભો થયો હતો. પરંતુ હવે BCCIએ આ વિવાદનો અંત લાવી દીધો છે.

image
X
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયાની જર્સીને લઈને વિવાદ થયો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ નહીં હોય. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન છે. તેથી, ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોની જર્સી પર ICC લોગો સાથે યજમાન દેશનું નામ રાખવામાં આવતું હોય છે. હવે આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જવાબ આપ્યો છે. BCCIએ કહ્યું કે તેઓ ICCના તમામ નિયમોનું પાલન કરશે.

ટીમ ઈન્ડિયાની જર્સી પર રહેશે પાકિસ્તાનનું નામ?
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જર્સી મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ક્રિકબઝના એક સમાચાર અનુસાર, BCCI સેક્રેટરીએ કહ્યું, “અમે ICC ગાઈડલાઈન્સનું પાલન કરીશું. આઈસીસીના નિર્દેશો અનુસાર, બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના લોગોની સાથે ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ પણ હશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની જર્સીને લઈને ચાલી રહેલો વિવાદ હવે બંધ થઈ જશે.

ટીમ ઈન્ડિયાની જર્સીને લઈને કેમ થયો વિવાદ?
વાસ્તવમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન દેશ પાકિસ્તાનનું નામ ટીમ ઈન્ડિયાની જર્સી પર નહીં હોય. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જઈ રહી નથી. તે તેની મેચ દુબઈ, UAEમાં રમશે. આથી એવો વિવાદ ઊભો થયો હતો કે ભારતીય ટીમ પોતાની જર્સી પર માત્ર ચેમ્પિયન્સ ટ્રોફીનો લોગો જ રાખશે. પરંતુ હવે BCCI સેક્રેટરીએ આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે.

ICC ટુર્નામેન્ટમાં જર્સીને લગતા નિયમો શું છે?
ટૂર્નામેન્ટ માટેની જર્સીને લઈને આઈસીસી ટીમો માટે વિશેષ માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. આ અંતર્ગત તમામ ટીમોની જર્સી પર તેમના બોર્ડના લોગોની સાથે ટુર્નામેન્ટનો લોગો પણ રાખવાનો હોય છે. આ સાથે યજમાન દેશનું નામ પણ રાખવું જ પડે છે. જો ટુર્નામેન્ટ ભારતમાં યોજાય તો ચેમ્પિયન્સ ટ્રોફીના લોગોની સાથે ભારત લખવામાં આવશે. પરંતુ આ વખતે યજમાન પાકિસ્તાન છે તેથી લોગોની સાથે તેનું નામ પણ લખવું જ પડશે.

Recent Posts

વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી પર 3 મહિનાનો પ્રતિબંધ, આ છે આ મોટા નિર્ણય પાછળનું કારણ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ICCએ ભારતીય ચાહકોને આપી મોટી ભેટ, મેચોની કોમેન્ટ્રી એક કે બે નહીં પણ આટલી ભાષાઓમાં થશે

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામની રકમ જાહેર, વિજેતાને મળશે કરોડો રૂપિયા, હારનારી ટીમ પણ થશે અમીર

WPL 2025 આજથી શરૂ, આજે RCB અને ગુજરાત વચ્ચે મેચ, જુઓ કઈ ટીમ વધુ શક્તિશાળી

Champions Trophy 2025: ગૌતમ ગંભીર પર BCCI કડક, PA અન્ય હોટલમાં થયા શિફ્ટ, જાણો શું છે મામલો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ખેલાડીઓ પોતાના પરિવારને સાથે નહીં લઈ શકે, જાણો કારણ

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આ રીતે કરશે પાકિસ્તાન? સુરક્ષિત વિસ્તારમાં પણ ચાહકોને પ્રવેશતા ન રોકી શક્યું પાક

રજત પાટીદાર પહેલા આ હતા RCBના કેપ્ટન, જાણો કેવું રહ્યું તેમનું પ્રદર્શન

RCBએ IPL 2025 માટે કેપ્ટનની કરી જાહેરાત, કોહલી નહીં પણ આ ભારતીય બેટ્સમેનને સોંપવામાં આવી કમાન

રિષભ પંતનો જીવ બચાવનાર યુવકે ભર્યું હિચકારી પગલું, જાણો કેવો છે યુવાકનો હાલ