કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકીય યાત્રાને મંઝિલ સુધી પહોંચાડશે ?

રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી જેનો લાભ લોકસભાની ચૂંટણી પર જોવા મળ્યો ત્યારે હવે કોંગ્રેસની ન્યાય યાત્રાથી કોંગ્રેસને સીધો નહીં તો આડકતરી રીતે રાજકીય લાભતો મળશે જ. પરંતુ જોવાનું એ છે કે કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકીય યાત્રાને મંઝિલ સુધી પહોંચાડશે ?

image
X
નિકેત સંઘાણી, ગાંધીનગર / ભારતમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ ગુજરાતમાં કોંગ્રેસે ન્યાય યાત્રા શરૂ કરી છે. ગુજરાતમાં ઘટેલી વિવિધ દુર્ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવી હતી. મોરબી બ્રિજકાંડના પીડિતોને સાથે રાખી શરૂ કરેલી કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકીય યાત્રાને કેટલી આગળ ધપાવશે એ જોવાનું રહ્યું.

 લોકસભાની ચૂંટણીના પરિણામનો દિવસ ગુજરાત કોંગ્રેસને એક આશાનું કિરણ ઉગાડ્યું હોય તેવું પુરવાર થયું. કોંગ્રેસે બનાસકાંઠાની બેઠક જીતી અને બનાસની બેની ગેનીબેન સૂત્ર દિલ્હી પહોંચ્યું અને છેલ્લી બે ટર્મથી લોકસભામાં ગુજરાત કોંગ્રેસની ગેરહાજરી બાદ એક સાંસદની હાજરીની નોંધ કોંગ્રેસ હાઇકમાન્ડે પણ લીધી. રાહુલ ગાંધીએ તો સાંસદ સત્રમાં પણ ભાજપને કહી દીધું કે ઇન્ડીયા ગઠબંધન તમને ગુજરાતમાં હરાવશે. અને ત્યાર બાદ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરાયા અને દિલ્હીનું ફોકસ ગુજરાત પર શરૂ થયું. 

ગુજરાતમાં હવે સ્થાનીક સ્વરાજની ચૂંટણી ઉંબરે આવીને ઊભી છે. ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થઈ જશે અને ગુજરાતમાં યાત્રા પોલિટીક્સ શરૂ થયું. ભાજપે ત્રિરંગા યાત્રાની શરૂઆત કરી તો બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ. કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતમાં બનેલી ઘટના જેમકે, મોરબી બ્રિજકાંડ, સુરત તક્ષશિલા કાંડ, રાજકોટ ગેમઝોન કાંડ અને વડોદરાનું હરણીબોટ કાંડ આ તમામના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે ન્યાય યાત્રાની શરૂઆત કરી અને પ્રથમ દિવસે જ ફટકો લાગ્યો. સુરત અને રાજકોટના પીડિતોએ ન્યાય યાત્રાથી દૂર રહેવાનું જાહેર કર્યું. જોકે રાજકોટમાં થોડા પીડિતો જોડાયા પણ યાત્રામાં તો સૌરાષ્ટ્રના નેતા જ ગેરહાજર રહ્યા.

ન્યાય યાત્રા રાજકીય યાત્રા કેટલી ? 
કોંગ્રેસની ન્યાય યાત્રા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ નીકળી. અને બીજી તરફ ગુજરાતમાં ચર્ચિત મુદ્દાને ધ્યાને લઈ ન્યાય યાત્રાની શરૂઆત થઈ. આમ પણ યાત્રા પોલિટીક્સ ગુજરાત પર વધુ અસરકારક છે. 1990નીની અડવાણીની યાત્રા જેને રાજકારણને એક અલગ દિશા આપી. અડવાણીની રથયાત્રા 25 સપ્ટેમ્બર, 1990ના રોજ સોમનાથથી શરૂ થઈ. આગળ વધતા પહેલા અડવાણીએ એક ભાષણ આપ્યું હતું જેના અંતમાં એમને એમ કહ્યું હતું કે 'મંદિર ત્યાં જ બનાવીશું.' સોમનાથથી યાત્રા શરૂ કરવાનો હેતુ 'અયોધ્યાને મુસ્લિમ આક્રમણોના ઐતિહાસિક ક્રમમાં બતાવવાનો હતો. પણ આ યાત્રાથી ભાજપને રાજકીય લાભ ખૂબ મળ્યો. ત્યારે રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી જેનો લાભ લોકસભાની ચૂંટણી પર જોવા મળ્યો ત્યારે હવે કોંગ્રેસની ન્યાય યાત્રાથી કોંગ્રેસને સીધો નહીં તો આડકતરી રીતે રાજકીય લાભતો મળશે જ. પરંતુ જોવાનું એ છે કે કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકીય યાત્રાને મંઝિલ સુધી પહોંચાડશે ? 


Recent Posts

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા

અંક જ્યોતિષ/ 14 સપ્ટેમ્બર 2024 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 14 સપ્ટેમ્બર 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સમયની પણ થશે બચત, જાણો કેટલું ચુકવવું પડશે ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડશે, PM મોદી બતાવશે લીલી ઝંડી

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર હંગામો, આજે હજારો હિન્દુઓ વિરોધમાં આવ્યા બહાર

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અરવિંદ કેજરીવાલને આ શરતો પણ મળ્યાં છે જામીન, જાણો કયા કામ નહીં કરી શકે

વકફ બિલના સમર્થન માટે અનોખી રીત, ગણેશ પંડાલોમાં લગાવાવમાં આવ્યા પોસ્ટર અને સ્કેનર