સરકારી કચેરીના સમયમાં થશે ફેરફાર?
અરૂણ શાહ, ગાંધીનગર
ગુજરાતમાં સરકારી કચેરી અને સચિવાલય ગાંધીનગર કચેરીના સમય અને સપ્તાહમાં ફેરફાર કરવાની દિશામાં ગુજરાત સરકાર અને કર્મચારી એસોશિયેશને સંયુક્ત કવાયત હાથ ધરી છે. આ અંગે ચર્ચા કરવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની અને કર્મચારી સંકલન સમિતિના પ્રતિનિધિ સાથે ગત સપ્તાહમાં બેઠક યોજાઈ હતી.
કેન્દ્રની સરકારી કચેરીનો વર્તમાન સમય સવારે 9.30 થી સાંજે 5.30 સુધી હાલ અમલી છે. સાથે 5 દિવસનું સપ્તાહ કાર્યરત રહે છે. કેન્દ્ર સમકક્ષ ગુજરાતમાં સરકારી કચેરી અને સચિવાલયના સમય નિર્ધારિત કરવા સરકાર અને કર્મચારી એસોશિયેશન પ્રતિનિધિ સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં સરકારી કચેરીમાં હાલ સવારે 10.10 થી સાંજે 6.10 નો સમય નિર્ધારિત છે. સમયમાં ફેરફાર કરવાથી કાર્યમાં ગતિશીલતા અને ઝડપ આવી શકે અને વહીવટી તત્ર વધુ કાર્યક્ષમ બનાવવા સમયમાં ફેરફાર કરવાનો હેતુ રહેલો છે. આ અંગે ચર્ચા કરવા યોજાયેલી બેઠકમાં સમય મુદ્દે એકમત સાધવા સરકાર અને એસોશિયેશન સંમત છે. જ્યારે 5 દિવસના સપ્તાહ મુદ્દે એસોશિયેશની રજૂઆત છે. પરંતુ ઉચ્ચ અધિકારીની સમિતિ સાથે એકમતી નહીં હોવાની માહિતી સૂત્રોએ આપી છે.
જો કે એસોશિયેશન અને ઉચ્ચ અધિકારી સાથેની બેઠક સાનુકૂળ વાતાવરણમાં યોજાઈ હતી. 5 દિવસના સપ્તાહ મુદ્દે ઉચ્ચ અધિકારીની સમિતિ સરકાર સાથે ચર્ચા કરાયા બાદ એસોશિયેશન સાથે ફરી ચર્ચા કરશે. સરકારી અધિકારી 5 દિવસના સપ્તાહ મુદ્દે એક મત નહીં થતા હવે સરકાર સાથેની ચર્ચાના તારણ બાદ અંતિમ નિર્ણય લેવાશે.
સમયમાં ફેરફાર અંગે આગામી 2 મહિનામાં યોગ્ય નિર્ણય લેવાય તેવી શક્યતા
સવારે 9.30 કલાકનો સમય મહિલા કર્મચારીઓ માટે સમસ્યા સર્જી શકે છે કારણ કે સવારે વહેલા ઘેરથી નીકળી સાંજે મોડા પહોંચવું રાજ્યમાં અવરોધક બની શકવાનો મત મહિલા કર્મચારી દર્શાવે છે . આ અંગે સરકારના અભિગમ બાદ હવે આગામી બેઠકમાં વિશેષ ચર્ચા અને સંભવત 2 મહિનામાં નિર્ણય આવવાની સંભાવના છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats