ChatGPTની મદદથી મહિલાએ ચૂકવ્યું ₹20 લાખનું દેણું , 30 દિવસમાં આ રીતે બદલાઈ જિંદગી!
ChatGPTએ અમેરિકામાં રહતી યુવતીનું જીવન બદલી નાખ્યું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર ટેકનોલોજીની દુનિયામાં ક્રાંતિ લાવી રહ્યું નથી પરંતુ સામાન્ય લોકોના જીવનમાં પણ મોટો પરિવર્તન લાવી રહ્યું છે. અમેરિકાની રહેવાસી 35 વર્ષીય Jennifer Allanનું જીવંત ઉદાહરણ છે, જેમણે AI ટૂલ ChatGPT ની મદદથી લગભગ 20 લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ દેવું ચૂકવ્યું.
Jennifer Allanનું આર્થિક સંકટ
અમેરિકાના ડેલાવેરમાં રહેતી 35 વર્ષીય રિયલ્ટર અને કન્ટેન્ટ ક્રિએટર Jennifer Allan વર્ષોથી ક્રેડિટ કાર્ડના કરજમાં ફસાઈ ગઈ હતી. તેમ છતાં તેણીની આવક સારી હતી, પરંતુ નાણાકીય જ્ઞાનની અછતને કારણે તેણી સતત ખોટા ખર્ચમાં ફસાતી ગઈ. ખાસ કરીને દીકરીના જન્મ પછી તાત્કાલિક તબીબી ખર્ચ અને પેરેન્ટિંગના વધેલા ખર્ચને કારણે તેણીને વધુ કરજો લેવો પડ્યો.
ChatGPT સાથે શરૂ કર્યું 30 દિવસનું ચેલેન્જ
Jenniferએ પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે ChatGPTનો સહારો લીધો. તેણીએ AIની મદદથી 30 દિવસ માટે એક વ્યક્તિગત નાણાકીય ચેલેન્જ શરૂ કરી. દરરોજ ChatGPT તેણીને એક નાનો પરંતુ અસરકારક નાણાકીય ટાસ્ક આપતું હતું જેમ કે:
- બિનજરૂરી સબ્સ્ક્રિપ્શન્સ રદ કરવા
- જૂના ફાઇનાન્સ એકાઉન્ટ્સ તપાસવા
- ઘરેણાં કે અન્ય મૂલ્યવાન વસ્તુઓનું મૂલ્યાંકન કરવું
- Pantry-only મીલ પ્લાન અપનાવવો, જેનાથી Grocery ખર્ચમાં ₹50,000 જેટલો ઘટાડો થયો
ભૂલાયેલા એકાઉન્ટમાંથી મળ્યા ₹8.5 લાખ
એક દિવસ ChatGPTએ તેમને તમામ ફાઇનાન્સ એપ્સ અને બેંક એકાઉન્ટ્સ ચકાસવા કહ્યું. આ તપાસ દરમિયાન Jenniferને એક ભૂલાયેલું બ્રોકરેજ એકાઉન્ટ મળ્યું જેમાં $10,000 (અંદાજે ₹8.5 લાખ)ની રાશિ પડી હતી. આ ઉપરાંત અન્ય નાની મોટી રકમો પણ મળી આવી, જેને તેણી ભૂલી ગઈ હતી.
30 દિવસમાં ચૂકવ્યા ₹10.3 લાખ
આ AI-માર્ગદર્શિત યાત્રાના અંતે Jenniferએ કુલ $12,078.93 (અંદાજે ₹10.3 લાખ)નું દેણું ચૂકવી દીધું જે તેણીના કુલ $23,000 (₹19.7 લાખ)ના કરજનો લગભગ અડધો ભાગ હતો. હવે તેણી બાકી રહેલા કરજા માટે બીજો 30 દિવસનો ચેલેન્જ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
શું કહ્યું Jenniferએ?
Jennifer કહે છે કે આ સફળતા કોઈ ગુપ્ત નાણાકીય યુક્તિથી નહીં, પરંતુ દરરોજ પોતાના નાણાંકીય સંજોગોનો સામનો કરવાથી મળી છે. “મને બધું આવડતું હોય તે જરૂરી નહોતું. હું માત્રએ ભાનમાં આવી ગઈ કે આ સ્થિતિને અવગણવાથી કંઈ બદલાવ નહીં આવે,” તેમ તેણીએ કહ્યું. રોજે રોજ સામનો કરવો તેના કરતાં ટુંક સમય ભોગવી લેવું સારું, આવું તેણીનું કહવું છે.
વૈશ્વિક સંદર્ભમાં મહત્વપૂર્ણ સંદેશ
Jenniferની કહાની માત્ર વ્યક્તિગત સફળતા નથી, પણ તે એ પણ દર્શાવે છે કે કેવી રીતે AI જેવી ટેક્નોલોજી વ્યક્તિગત નાણાંકીય વ્યવસ્થાપન માટે ઉપયોગી બની શકે છે. ખાસ કરીને એવા લોકો માટે જેમને નાણાકીય જ્ઞાનની અછત હોય અથવા જે કરજના ભાર હેઠળ દબાઈ ગયા હોય.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats