લોડ થઈ રહ્યું છે...

WPL 2025: મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત ચેમ્પિયન બન્યું, DCનું સપનું તૂટ્યું

image
X
મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સનું ટાઇટલ જીતવાનું સપનું તોડી નાખ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગ (WPL) 2025 ની રોમાંચક ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 8 રનથી વિજય મેળવીને બીજી વખત WPL ટાઇટલ જીત્યું છે. આ પહેલા, મુંબઈની ટીમ 2023 માં પહેલી સીઝનમાં ચેમ્પિયન બની હતી. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સી ઇનિંગ્સના આધારે મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવી છે. આ સાથે, દિલ્હી કેપિટલ્સનું ફરી એકવાર ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહી ગયું છે. દિલ્હીની ટીમ સતત ત્રીજી વખત WPL ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ આ વખતે પણ તે ફાઈનલ જીતી શકી નથી. અત્યાર સુધી WPL ની 3 સીઝન રમાઈ છે, જેમાં મુંબઈ સૌથી વધુ 2 ટાઇટલ જીતનાર ટીમ બની છે. ગયા વર્ષે, RCB ટીમે પહેલી વાર ટાઇટલ જીત્યું હતું.


મુંબઈએ 150 રનનો આપ્યો હતો લક્ષ્યાંક 
ફાઇનલમાં ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે હરમનપ્રીત કૌરની શાનદાર અડધી સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 149 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. હરમનપ્રીતે 44 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. તે જ સમયે, નેટ સાયવર બ્રન્ટે 30 રનનું યોગદાન આપ્યું. આ ઇનિંગ દરમિયાન, નેટ સાયવર WPL ઇતિહાસમાં 1000 રન પૂર્ણ કરનાર વિશ્વની પ્રથમ બેટ્સમેન બની.

દિલ્હીના બેટ્સમેનોએ કર્યા નિરાશ
દિલ્હી કેપિટલ્સ માટે બોલિંગ કરતા, મેરિઝેન કાપે મુંબઈ ઇન્ડિયન્સના બંને ઓપનરોની વિકેટ લીધી હતી. તેમના સિવાય જેસ જોનાસેન અને શ્રી ચારાનીએ બે-બે વિકેટ લીધી જ્યારે એનાબેલ સધરલેન્ડે એક વિકેટ લીધી. મુંબઈ ઈન્ડિયન્સના સ્કોરનો પીછો કરતી વખતે દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર મેગ લેનિંગ અને શેફાલી વર્મા માત્ર 17 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ પછી પણ બહાર નીકળવાનો ક્રમ ચાલુ રહ્યો. જેમિમાએ ટકવાનો પ્રયાસ કર્યો પણ 30 રન બનાવીને તે પણ આઉટ થઈ ગઈ. અડધી ટીમ 10.4 ઓવરમાં 66 રન પર પેવેલિયન પાછી ફરી હતી.

માર્ઝન કાપની ઇનિંગ્સ વ્યર્થ ગઈ
સારાહ બ્રાયસ 13મી ઓવરમાં રન આઉટ થઈને પેવેલિયન પરત ફરી. આ સાથે, દિલ્હીને છઠ્ઠો ઝટકો લાગ્યો. આ પછી મારિજેન કાપે વિસ્ફોટક બેટિંગ કરીને જીતની આશા જગાવી, પરંતુ નેટ સિવર-બ્રન્ટે 18મી ઓવરમાં સતત બે વિકેટો લઈને મુંબઈની જીત સુનિશ્ચિત કરી. કપે 26 બોલમાં 40 રનની ઇનિંગ રમી. શિખા પાંડે શૂન્ય રને પેવેલિયન પરત ફરી હતી. 20 ઓવરમાં દિલ્હીની ટીમ 9 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 141 રન જ બનાવી શકી. નેટ સાયવર બ્રન્ટે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

Recent Posts

GT vs RR: રાજસ્થાને ગુજરાતને 8 વિકેટથી હરાવ્યું, વૈભવ સૂર્યવંશી-યશસ્વી જયસ્વાલની ધમાકેદાર ઈનિંગ

જસપ્રીત બુમરાહના દીકરાની લોકોએ ઉડાવી મજાક, સંજનાએ ગુસ્સે થઈ ઇન્સ્ટાગ્રામ પર લગાવી ફટકાર

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા પૂર્વ કોચે બુમરાહ માટે કરી આ વાત, સિરાજના પણ દિલ ખોલી કર્યા વખાણ

RCB પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક, IPLના ઇતિહાસમાં આવું કોઈ નથી કરી શક્યું

મુંબઈએ સીઝન છઠ્ઠી જીત નોંધાવી, IPLમાં આ સિદ્ધિ હાંસલ કરનારી બની પ્રથમ ટીમ

સૂર્યકુમાર યાદવે IPLમાં રચ્યો ઇતિહાસ, તોફાની ફિફ્ટી ફટકારીને ક્રિસ ગેલ-ડીવિલિયર્સના ક્લબમાં જોડાયો

RCB vs DC: પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે કઈ ટીમ પહોંચશે? જાણો બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો તોડવા વિશે સૌરવ ગાંગુલીએ કરી મોટી વાત

IPLમાં ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર, ઓરેન્જ કેપ-પર્પલ કેપ પર કબ્જો

CSK vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદ 5 વિકેટથી જીત્યું, ચેન્નાઈની સાતમી હાર