નંબર સેવ કર્યા વગર પણ WhatsApp પર કરી શકો છો કોલ, જાણો Update
આજકાલ મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરે છે. વિશ્વભરમાં 3.5 અબજથી વધુ લોકોએ તેમના ફોનમાં આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ઇન્સ્ટોલ કરી છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગની સાથે, તેનો ઉપયોગ વીડિયો કૉલ્સ અને વૉઇસ કૉલ્સ માટે પણ વ્યાપકપણે થાય છે. જો તમે પણ WhatsApp વાપરતા હોવ તો તમારા માટે કેટલાક ઉપયોગી સમાચાર છે.
વોટ્સએપ પર કોલ કરનારા મોટાભાગના લોકો એવું વિચારે છે કે વોટ્સએપ દ્વારા વોઇસ કોલિંગ ફક્ત તે લોકો માટે જ થઈ શકે છે જેમનો નંબર ફોનમાં સેવ છે. આ જ કારણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર WhatsApp પર કોલ કરવા માંગે છે, ત્યારે લોકો પહેલા તે નંબરને પોતાની કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરવાનું શરૂ કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે નંબર સેવ કર્યા વિના પણ WhatsApp પર વોઇસ કોલિંગ કરી શકાય છે.
નંબર સેવ કર્યા વિના પણ WhatsApp કોલિંગ કરી શકાય
WhatsApp તેના યુઝર્સની સુવિધા માટે સમયાંતરે નવા ફીચર્સ અને અપડેટ્સ લાવતું રહે છે. કોલિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને, કંપનીએ હવે તેને સરળ બનાવ્યું છે. હવે તમે નંબર સેવ કર્યા વિના પણ WhatsApp પર કોઈપણને કૉલ કરી શકો છો. હવે તમે તમારા ફોનના ડાયલર પેડથી જે રીતે કોલ કરો છો તેવી જ રીતે WhatsApp કોલ પણ કરી શકો છો.
જાણો ટ્રીક
-નંબર સેવ કર્યા વિના WhatsApp પર કોલ કરવા માટે, પહેલા તમારે WhatsApp એપ્લિકેશન ખોલવી પડશે.
-હવે તમારે WhatsApp ની નીચેની બાજુએ દેખાતા કોલ સેક્શનમાં જવું પડશે.
આમાં તમને એક પ્લસ (+)ચિહ્ન મળશે, તેના પર ટેપ કરો.
-પ્લસ પર ટેપ કરતાની સાથે જ તમને નવી સ્ક્રીન પર ન્યૂ કોલ લિંક, કૉલ અ નંબર અને ન્યૂ કોન્ટેક્ટનો વિકલ્પ મળશે.
-નંબર સેવ કર્યા વિના કોલ કરવા માટે, તમારે બીજા વિકલ્પ "કોલ અ નંબર" પર ટેપ કરવું પડશે.
-આના પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવું ડાયલર પેડ ખુલશે.
-હવે તમે તે નંબર ડાયલ કરીને વોઇસ કોલિંગ કરી શકો છો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats