પૂર્વ પ્રેમિકા મિત્ર સાથે સંબંધ ધરાવતી હોવાની આશંકાએ યુવકની હત્યા, આરોપીની થઈ ધરપકડ
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ
જર, જમીન અન જોરુ ત્રણેય કજિયાનાં છોરુ, આ સુત્રને સાર્થક કરતો વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની થયેલી હત્યા કેસમાં આરોપી ઝડપાયો છે. આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે તેને પોતાની પૂર્વ પ્રેમિકા પોતાનાં મિત્ર સાથે સંબંધ ધરાવતી હોવાની આશંકા હતી, જેનાં કારણે તેણે મિત્ર સાથે મશ્કરી કરી હતી, જેમાં મામલો ઉગ્ર બની જતા ઈજાગ્રસ્ત મિત્રનું મોત થયું હતું.
મૃતક શેઝાન કુરેશી
સારવાર દરમિયાન યુવકનું થયું મોત
ગત 30 જાન્યુઆરી 2025નાં રોજ ફતેવાડી કેનાલ પાછળ શેઝાન કુરેશી અને તેનો મિત્ર અયાન પઠાણ બેઠા હતા. જ્યાં મસ્તી મસ્તીમાં ઝધડો થતા અયાન પઠાણે શેઝાન કુરેશીને છરીનાં ઘા માર્યા હતા. જે બાદ શેઝાન કુરેશીને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો દાખલ થયો હતો, જોકે સારવારમાં દરમિયાન 3 ફેબ્રુઆરીનાં રોજ સાંજનાં સમયે શેઝાન કુરેશીનું મોત થયું હતું.
પ્રેમિકા સાથે સંબંધ હોવાની શંકાએ થયો ઝઘડો
જેને લઈને વેજલપુર પોલીસે આરોપી સામેની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરી હતી. આ ગુનાની ગંભીરતા ધ્યાને રાખી ઝોન 7 એલીસીબી અને વેજલપુર પોલીસની ટીમ આરોપીને પકડવાનાં કામે લાગી હતી અને ફતેવાડી વિસ્તારમાંથી અયાન પઠાણની ધરપકડ કરી છે. અયાન પઠાણની પૂર્વ પ્રેમીકા તેનાં મિત્ર શેઝાન કુરેશી સાથે સંબંધમાં હોવાની આશંકા રાખીને તેણે પોતાનાં મિત્ર શેઝાનને માર માર્યો હતો.
રીક્ષા ચલાવતા સમયે આવ્યા સંપર્કમાં
પોલીસે આરોપીની વધુ તપાસ કરતા સામે આવ્યું કે અયાન પઠાણ અને શેઝાન કુરેશી બન્ને રીક્ષા ચલાવતા હોવાથી સંપર્કમાં આવ્યા હતા. જોકે અયાન પઠાણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ તેની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેથી આરોપીની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats