'હાથમાં બાળકની લાશ, આંખમાં આંસુ, ચહેરા પર દુઃખ અને ગુસ્સો...', જુઓ ગાઝા પટ્ટીમાં તબાહી અને વિનાશની તસવીરો

હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલના સૈનિકો અને નાગરિકોને બંધક બનાવીને અપહરણ કર્યા છે. હવે ઇસ્લામિક કટ્ટરપંથી હમાસે ધમકી આપી છે કે જ્યારે પણ ઇઝરાયેલ પેલેસ્ટિનિયનના ઘર પર ચેતવણી આપ્યા વિના બોમ્બમારો કરશે, ત્યારે તે ઇઝરાયેલી કેદીને મારી નાખશે.

Updated:2023-10-10 11:46:03

રણનીતિ તૈયાર

1/8
image

ઈઝરાયલે ગાઝા પટ્ટીને ઘેરવા માટે મોટી રણનીતિ તૈયાર કરી છે. અહીં નાકાબંધી લાદવામાં આવી છે, જેના કારણે ભય વધી ગયો છે કે ઈઝરાયેલ હવે આકાશની સાથે જમીન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. હિંસામાં 1500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

હાથમાં મૃતદેહ

2/8
image

દક્ષિણ ગાઝા પટ્ટીમાં રફાહ શરણાર્થી કેમ્પ પર ઈઝરાયેલના હુમલામાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. અંતિમ સંસ્કાર વખતે લોકો શોક વ્યક્ત કરવા માટે આવ્યા હતા. પરિવારજનો મૃતદેહને પોતાની સાથે લઈ ગયા હતા.

પરિવાર બચાવવા પ્રયત્ન

3/8
image

ઈઝરાયેલના હુમલા બાદ ગાઝા પટ્ટીમાં લોકોમાં ગભરાટનો માહોલ છે. આંખોમાં ડર દેખાય છે. શોક અને ગુસ્સો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અહીં લોકો પોતાને અને પોતાના પરિવારને બચાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.

ડરેલા બાળકો

4/8
image

ગાઝા પટ્ટી વિસ્તારમાં લોકો પોતાના ઘરોમાં છુપાયેલા છે. બહાર જતી વખતે જીવ ગુમાવવાનું જોખમ વધી ગયું છે. અહીં બાળકો પણ ડરી ગયેલા જોવા મળે છે. પરિવારના સભ્યો સુરક્ષિત જગ્યાઓ શોધવામાં વ્યસ્ત છે.

પેલેસ્ટિનિયન બાળક ઘાયલ

5/8
image

ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં એક પેલેસ્ટિનિયન બાળક ઘાયલ થયો હતો. ડૉક્ટર તેને એમ્બ્યુલન્સમાં લઈ ગયા અને પ્રાથમિક સારવાર આપી.

687 પેલેસ્ટિનિયન માર્યા ગયા

6/8
image

ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારથી ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 687 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 3,726 ઘાયલ થયા છે.

મકાનો ધ્વસ્ત

7/8
image

ગાઝા પટ્ટીમાં જે સ્થળોએ હુમલો કરવામાં આવ્યો તેમાં એપાર્ટમેન્ટ બ્લોક્સ, એક મસ્જિદ અને એક હોસ્પિટલનો સમાવેશ થાય છે. હુમલામાં રસ્તાઓ અને મકાનો પણ ધ્વસ્ત થઈ ગયા છે.

ફોન અને ઇન્ટરનેટ સેવા બંધ

8/8
image

ઇઝરાયેલે ખાનગી પેલેસ્ટિનિયન ટેલિકોમ્યુનિકેશન કંપનીના હેડક્વાર્ટર પર પણ બોમ્બમારો કરીને લેન્ડલાઇન ટેલિફોન, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવાઓમાં વિક્ષેપ પાડ્યો હતો.