શું તમે ભારત-પાકિસ્તાનની મેચ જોવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો ? જાણો કેટલી છે ટિકિટની કિંમત
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ 2023 રમી રહી છે. પરંતુ આ પછી ટીમે ODI વર્લ્ડ કપ 2023 INDIAમાં રમવાની છે.
Updated:2023-09-05 15:39:08
લાખો રૂપિયા ખર્ચવ પડશે
.png)
જો તમે 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ભારત-પાકિસ્તાન મેચ જોવા માંગો છો, તો તમારે લાખો રૂપિયા ખર્ચવા પડી શકે છે.
ટિકિટ 19 લાખ રૂપિયા સુધી મંગાઈ છે
.png)
આ મેચની ટિકિટો સતત વેચાઈ રહી છે, તેની સંખ્યા હવે ઘણી ઓછી થઈ ગઈ છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટિકિટની કિંમત 19 લાખ રૂપિયા સુધી માંગવામાં આવી રહી છે.
સાઉથ પ્રીમિયર વેસ્ટ બે માટે પાન લખો રૂપિયા
.png)
viagogo વેબસાઈટ પર 75 હજારથી લઈને 5.5 લાખ રૂપિયાથી વધુની ટિકિટોના નામ દેખાઈ રહ્યા છે. સાઉથ પ્રીમિયર વેસ્ટ બેમાં બેસીને મેચ જોવા માટે તમારે 19 લાખ રૂપિયા ચૂકવવા પડી શકે છે.
લાખો રૂપિયા ચૂકવવા પડશે
.png)
રેપોર્ટસની માનીએ તો ભારત- પાકિસ્તાન સિવાય ઓસ્ટ્રેલિયા સાથેની મેચ માટે તમારે 9.3 લાખ રૂપિયા ચૂકવવા પડી શકે છે.
6 કલાક સુધી લાઈનમાં ઉભવું પડશે

જો તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ટિકિટ ખરીદવા માંગતા હોવ તો તમારે 6 કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડશે. અધિકૃત વેબસાઇટ એટલે કે BookMyShow પર, ટિકિટો મિનિટોમાં સંપૂર્ણ રીતે વેચાઈ રહી છે.
ભારત vs ઈંગ્લેન્ડ
.png)
તે જ સમયે, લખનૌમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ માટે તમારે 2.34 લાખ રૂપિયા ચૂકવવા પડી શકે છે.
અફઘાનિસ્તાન સામે
.png)
દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની મેચની ટિકિટની કિંમત 38,877 રૂપિયાથી શરૂ થાય છે અને 2.34 લાખ રૂપિયા સુધી જાય છે.
ચેન્નાઈમાં મેચની ટિકિટની કિંમત.............
.png)
ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાનાર મેચની ટિકિટની કિંમત 31 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને 9.3 લાખ રૂપિયા સુધી પહોંચે છે.
ભારત vs ઓસ્ટ્રેલિયા
.png)
ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે.
સેમિફાઇનલ 15 નવેમ્બરે
.png)
પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી બીજા દિવસે કોલકાતામાં રમાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે.
મેચ ડે-નાઈટ
.png)
ફાઇનલ મેચ અમદાવાદમાં 19મી નવેમ્બરે યોજાશે જ્યારે 20મી નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ રહેશે.