Happy Birthday Suryakumar yadav : ટોપ રેકોર્ડ્સ અને લવ સ્ટોરીની જુઓ ઝલક

ટીમ ઈન્ડિયાનો બેટર સૂર્યકુમાર યાદવ ગુરુવારે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ચિત્રોના આ સંગ્રહમાં, અમે મુંબઈ ઈન્ડિયન્સના ટોચના રેકોર્ડ્સ અને પત્ની દેવીશા શેટ્ટી સાથેની લવ સ્ટોરીની એક ઝલક દેખાડીએ તો આવો જોઇએ.  

Updated:2023-09-14 01:41:32

સૂર્યકુમાર યાદવ 14 સપ્ટેમ્બરે પોતાનો 33મો જન્મદિવસ ઉજવે છે.

1/6
image

ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ગુરુવારે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ અથવા 'SKY' હાલમાં ICC રેન્કિંગમાં વિશ્વ નંબર 1 T20I બેટસમેન છે. સૂર્યકુમાર યાદવ હાલમાં શ્રીલંકામાં એશિયા કપ 2023માં ભાગ લઈ રહેલી ભારતીય ODI ટીમનો ભાગ છે. 

સૂર્યકુમાર યાદવે IPL 2023માં 200થી વધુ સ્ટ્રાઈક રેટથી 4 અર્ધસદી ફટકારી

2/6
image

સૂર્યકુમાર યાદવ IPL સિઝનમાં 200 પ્લસ સ્ટ્રાઇક રેટ સાથે ચાર ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર એકમાત્ર બેટ્સમેન બન્યો, જે તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે 2023માં હાંસલ કર્યો હતો.

IPLમાં 180 પ્લસ સ્ટ્રાઈક રેટથી 600થી વધુનો સ્કોર કરનાર સૂર્યકુમાર યાદવ એકમાત્ર ભારતીય બેટ્સમેન છે.

3/6
image

મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આઈપીએલ 2023ની સિઝનમાં 180થી વધુ સ્ટ્રાઈક રેટ સાથે 600થી વધુ રન બનાવનાર એકમાત્ર ભારતીય છે.

સૂર્યકુમાર યાદવ એકમાત્ર બેટ્સમેન છે જેણે નોન-ઓપનર તરીકે ત્રણ T20I સદી ફટકારી છે

4/6
image

નોન-ઓપનર તરીકે સૌથી વધુ T20I સદી ફટકારવાનો રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે છે. 2022માં નોટિંગહામમાં રમાયેલી T20I મેચમાં ઈંગ્લેન્ડ સામે 'SKY'નો સર્વશ્રેષ્ઠ 117 રન છે.

સૂર્યકુમાર યાદવ 1,000 થી વધુ T20I રન બનાવનાર એકમાત્ર ભારતીય છે

5/6
image

સૂર્યકુમાર યાદવ 2022 માં એક વર્ષમાં 1,000 થી વધુ T20I રન બનાવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. તેણે એક વર્ષમાં સૌથી વધુ T20I સિક્સ પણ ફટકારી છે.

સૂર્યકુમાર યાદવ અને દેવીશા શેટ્ટીની લવ સ્ટોરી

6/6
image

દેવીશા શેટ્ટી અને સૂર્યકુમાર યાદવ તેમના કોલેજકાળ દરમિયાન એકબીજાને મળ્યા હતા. દેવીશા દક્ષિણ ભારતીય પરિવારમાંથી આવે છે. પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયો હતો. સૂર્યકુમાર અને દેવીશાના લગ્ન 7 જુલાઈ, 2016ના રોજ થયા હતા.