ભાઈ માટે હજુ નથી લીધું ગિફ્ટ ? તો જુઓ બજેટ ફ્રેન્ડલી ગિફ્ટ આઇડિયા

જો તમે રક્ષાબંધનના દિવસે તમારા ભાઈને ભેટ આપવા માંગો છો, તો આજે અમે તમને બતાવીશું એકદમ બજેટ ફ્રેન્ડલી ભેટ. આમ તો રક્ષાબંધન પર, બહેન ભાઈને રાખડી બાંધે છે, ત્યારબાદ ભાઈ તેને ભેટ આપે છે. જોકે હવે બહેન પણ ભાઈને ભેટ આપે છે. જો તમે ભાઈ માટે કોઈ ગિફ્ટ લીધી નથી, તો અહી જુઓ શું ગિફ્ટ આપી શકાય. 

Updated:2023-08-29 15:51:21

લેપટોપ બેગ

1/6
image

તમે ભાઈને લેપટોપ બેગ ભેટમાં આપી શકો છો. ભાઈ નાનો હોય કે મોટો, આજકાલ દરેક લોકો લેપટોપ વાપરે છે. આવી સ્થિતિમાં, તે એક સારી ભેટ સાબિત થઈ શકે છે.

કપ

2/6
image

જો ભાઈ ચા અને કોફી પીવાના શોખીન હોય, તો તમે તેને એક સરસ મગ ભેટમાં આપી શકો છો.

પરફ્યુમ

3/6
image

ભાઈને પરફ્યુમ પણ ગિફ્ટ કરી શકાય. તેને ભાઈની પસંદગીની બ્રાન્ડનું પરફ્યુમ આપી શકે છે.

ઘડિયાળ

4/6
image

જો ભાઈને ઘડિયાળ પહેરવાનો શોખ હોય તો તમે તેને ઘડિયાળ ભેટમાં આપી શકો છો. તમે ભાઈને સ્માર્ટ ઘડિયાળ પણ આપી શકો છો.

સુગંધી મીણબત્તી

5/6
image

સુગંધ દરેકને પસંદ હોય છે, આ કિસ્સામાં તમે ભાઈને સુગંધી મીણબત્તી પણ ગિફ્ટ કરી શકો છો.

ફોટો ફ્રેમ

6/6
image

ફોટો ફ્રેમ એક એવી ભેટ છે, જેને લોકો લાંબા સમય સુધી સાચવી રાખે છે. તમે ભાઈને સરસ ફોટો ફ્રેમ પણ આપી શકો છો.