પરિણીતી તેના વેડિંગ લૂક પર થઈ ટ્રોલ, આલિયા-કિયારા કોની કરી કોપી ?

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં શાહી લગ્ન થયા હતા. બંનેના લગ્નની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Updated:2023-10-03 11:42:37

કમ્પેર

1/8
image

પરિણીતીએ તેના લગ્નમાં ગોલ્ડન કલરનો લહેંગા પહેર્યો હતો, પરંતુ અભિનેત્રીના લગ્નના ફોટા સામે આવતા જ ઘણા લોકોએ તેના વેડિંગ લૂકને આલિયા ભટ્ટના વેડિંગ લૂક સાથે કમ્પેર કરવાનું શરૂ કરી દીધું હતું.

ટ્રોલ

2/8
image

પરિણીતીનો સિમ્પલ અને ક્લાસિક બ્રાઈડલ લુક ઘણા ચાહકોને પસંદ આવ્યો તો ઘણાએ તેને ટ્રોલ કરી. હવે અભિનેત્રીના સ્ટાઈલિશે આપેલા ઈન્ટરવ્યુમાં પરિણીતીના ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપી છે.

3/8
image

પરિણીતીના લગ્નના દરેક ફંક્શનનો લુક નિધિ અગ્રવાલ અને શ્રદ્ધા લાખાણીએ બનાવ્યો હતો. આલિયા-કિયારા સાથે પરિણીતિના વેડિંગ લૂકની સરખામણી પર નિધિએ કહ્યું- હું માનું છું કે કોઈ બે દુલ્હન એકસરખી ન દેખાઈ શકે. મને નથી લાગતું કે કોઈ કન્યા બીજી કન્યાના લગ્નના ફોટાની નકલ કરશે. બધા એકબીજાથી ખૂબ જ અલગ છે.

ટ્રોલ કરવું તદ્દન અયોગ્ય

4/8
image

લોકો જાણે છે કે તેઓ શું ઈચ્છે છે. આપણામાંના ઘણાએ આ દિવસની કલ્પના કરી હતી. અમને ખબર હતી કે રંગ કેવો હશે, કેવો અનુભવ થશે. આ વસ્તુ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ વ્યક્તિગત છે. મને લાગે છે કે કોઈપણ દુલ્હનના લુકને આ રીતે ટ્રોલ કરવું તદ્દન અયોગ્ય છે.

લગ્નના ફોટા

5/8
image

જો હું પરિણીતીના લગ્નના ફોટા જોઉં તો મને નથી લાગતું કે તેણે કોઈની નકલ કરવાનો પ્રયાસ કર્યો હોય.

શ્રદ્ધાએ કહ્યું-

6/8
image

શ્રદ્ધાએ કહ્યું- ઈન્ટરનેટ પર કંઈપણ ટ્રોલ કરવું અને લખવું ખૂબ જ સરળ છે, પરંતુ લોકો સમજી શક્યા નહીં કે પરિણીતીના દરેક લુક પાછળ શું વિચાર છે.


એન્ટ્રી

7/8
image

ઘણા લોકો પરિણીતીની એન્ટ્રીને કિયારાની એન્ટ્રીની કોપી ગણાવી રહ્યા છે. પરિણીતીએ પોતાનું એન્ટ્રી ગીત ગાયું હતું. આ પહેલા કઈ કન્યાએ કર્યું છે આવું?


શૂઝ

8/8
image

પરિણીતીના શૂઝ પર્સનલાઇઝ્ડ હતા. દંપતીના નામના પ્રથમ અક્ષરો અને લગ્નની તારીખ તેમના લગ્નના તમામ શૂઝ પર લખેલી હતી.