પરિણીતી-રાઘવ એરપોર્ટ પર થયા સ્પોટ, જુઓ ફોટો

રાઘવ ચઢ્ઢાની દુલ્હન બનશે પરિણીતી ચોપરા, બંનેના લગ્નને ગણ્યા કલાકો જ બાકી રહ્યા છે. બંને હવે પોતાનાં લગ્નની પૂરજોશમાં તૈયારીમાં છે. 

Updated:2023-09-22 00:25:05

રાઘવ-પરિણીતી ઉદયપુર જવા રવાના

1/9
image

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે લગ્ન કરશે. પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આ કપલ શુક્રવારે સવારે લગ્ન માટે ઉદયપુર જવા રવાના થઈ ગયું છે.

અભિનેત્રી સાથે તેના પિતા પણ હાજર

2/9
image

પરિણીતી-રાઘવ દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અભિનેત્રી સાથે તેના પિતા પણ હાજર હતા. મહેમાનોના ઉદયપુર પહોંચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

રેડ આઉટફિટમાં જોવા મળી પરિણીતી

3/9
image

Bride To Be : રેડ આઉટફિટમાં જોવા મળી હતી. અભિનેત્રી કાળા સનગ્લાસ, ખુલ્લા વાળ, મેકઅપ વગર જોવા મળી હતી.

મેકઅપ ન કર્યો હોવા છતાં - ચહેરા પર ગ્લો

4/9
image

પરિણીતીએ મેકઅપ ન કર્યો હોવા છતાં તેના ચહેરા પરની ચમક દર્શાવે છે કે તે કેટલી ખુશ અને ઉત્સાહિત છે.

રાઘવ ચઢ્ઢા લુક

5/9
image

રાઘવ ચઢ્ઢા બ્લેક ટી-શર્ટ, ડેનિમ જીન્સ અને સનગ્લાસમાં જોવા મળ્યો હતો. તેણે પાપારાઝીને હેલો કહ્યું. રાઘવ હસતો જોવા મળ્યો.

સ્વાગત માટે ઉદયપુર એરપોર્ટ પર જોરદાર તૈયારીઓ

6/9
image

બંનેના સ્વાગત માટે ઉદયપુર એરપોર્ટ પર જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. સ્વાગત બોર્ડની સાથે ડ્રમ અને ડાન્સ પરફોર્મન્સની પણ વ્યવસ્થા છે.

ફંક્શન ઉદયપુરમાં

7/9
image

દિલ્હીમાં અરદાસ, કીર્તન અને સૂફી નાઇટનો આનંદ માણ્યા પછી,કપલના લગ્નના બાકીના ફંક્શન ઉદયપુરમાં યોજાશે.

ભગવંત માન હાજર રહેશે

8/9
image

રિપોર્ટ અનુસાર ભગવંત માન પણ શુક્રવારે સાંજે 5 વાગે ઉદયપુર પહોંચશે. આ લગ્નમાં રાજકીય જગતના જાણીતા લોકો ભાગ લેશે.

રાજનેતાઓ રહેશે હાજર

9/9
image

આ લગ્નમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ હાજરી આપશે.