પાણી ઉપર ઉડશે બોટ... વિશ્વનું પ્રથમ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ પેસેન્જર શિપ આગામી સમયમાં થશે શરૂ
વિશ્વના પ્રથમ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ પેસેન્જર શિપએ સ્વીડનમાં તેની ટ્રાયલ પૂર્ણ કરી છે. હવે આ અનોખી બોટનું ઉત્પાદન વધારવામાં આવશે. કારણ કે સ્ટોકહોમના પરિવહન વિભાગે આ બોટને આવતા વર્ષથી તેની જાહેર સેવાઓ પૂરી પાડવાની પરવાનગી આપી દીધી છે.
Updated:2023-11-24 15:43:58
આ બોટનું નામ કેન્ડેલા પી-12 છે.
.png)
તેને સ્વીડિશ કંપની કેન્ડેલા ટેક્નોલોજી એબી દ્વારા બનાવવામાં આવી છે. આ બોટ લગભગ 39 ફૂટ લાંબી છે. તે બેટરી પર ચાલે છે જે 252 કિલોવોટ કલાક ઊર્જા આપે છે. એક સમયે વધુમાં વધુ 30 મુસાફરો જ મુસાફરી કરી શકશે. નવાઈની વાત એ છે કે આવતા વર્ષે આવનાર ઈલોન મસ્કની કંપની ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર પ્રતિ કલાક માત્ર 75 કિલોવોટ એનર્જી જનરેટ કરે છે.
.png)
આ બોટ પાણી પર 46 કિલોમીટરની ઝડપે ચાલશે. જોકે, મહત્તમ સ્પીડ 56 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે. એકવાર ચાર્જ કર્યા પછી તે કુલ 92.6 કિલોમીટરની મુસાફરી કરશે.
.png)
.png)
.png)
.png)
.png)
.png)