લોડ થઈ રહ્યું છે...

ફિલ્મોમાં ફલોપ રહેલી અભિનેત્રી વાણી કપૂર હવે ઓટીટીમાં નસીબ અજમાવશે

બોલીવૂડની અભિનેત્રી વાણી કપૂર, જેણે યશરાજ ફિલ્મ્સ સાથે ઘણી કમર્શિયલ ફિલ્મો કર્યા છતાં પણ સતત ફ્લોપ હોવાનો તમગો મેળવી લીધો છે, હવે પોતાની કારકિર્દીનો નવો સ્ટેજ સેટ કરવા રહી છે. ફિલ્મોનાં પરંપરાગત માધ્યમથી આગળ વધીને, હવે વાણી OTT જગતમાં પ્રવેશ કરી રહી છે.

Updated:2025-07-02 14:58:25

'મંડાલા મર્ડર્સ' હશે તેણીની પહેલી વેબ સિરીઝ

1/5
image

વાણી કપૂરની પ્રથમ વેબ સિરીઝ ‘મંડાલા મર્ડર્સ’ છે અને આ સિરીઝનું નિર્માણ યશરાજના OTT વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ સિરીઝ જુલાઈ મહિનામાં Netflix પર રિલીઝ થવાની છે, જેના કારણે દર્શકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

ગોપી પુથરનનું દિગ્દર્શન

2/5
image

આ રહસ્યમય થ્રિલર સિરીઝનું દિગ્દર્શન ગોપી પુથરન દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ મર્ડાની જેવી ફિલ્મ આપી છે. ‘મંડાલા મર્ડર્સ’ એક એમરીઝિંગ ક્રાઈમ થ્રિલર છે જેમાં ભવિષ્યવાણી, ગુપ્ત સમાજ અને ઐતિહાસિક રહસ્યો જેવા તત્વો સમાવાયા છે.

3/5
image

સ્ટારકાસ્ટમાં OTTના જાણીતા ચહેરા

વાણી કપૂર ઉપરાંત, આ સિરીઝમાં વૈભવ રાજ ગુપ્તા, શ્રીયા પીલગાંવકર અને સુરવીન ચાવલા જેવા OTT પ્લેટફોર્મના જાણીતા કલાકારો જોવા મળશે. તેઓએ પોતાના અગાઉના પ્રોજેક્ટ્સમાં જે પ્રતિભા બતાવી છે, તે પ્રમાણે આ સિરીઝની કાસ્ટિંગ એક મોટો પ્લસ પોઇન્ટ બની શકે છે.

અભિનેત્રી માટે વળાંક

4/5
image

ફ્લોપ ફિલ્મોના અનુક્રમ બાદ, વાણી કપૂર માટે આ સિરીઝ એક નવી શરૂઆત નીંદાય છે. આ ઉપરાંત, તેણી પહેલી વાર એક ગંભીર અને સેન્સિટિવ કેસની તપાસ કરતા પાત્ર તરીકે જોવા મળશે, જે રોલ તેણીની કારકિર્દી માટે પરિવર્તન લાવનારો સાબિત થઈ શકે છે.

યશરાજનું OTT પર વધુ મજબૂત પગરણ

5/5
image

'ધ રેલવે મેન' જેવી સિરીઝ પછી યશરાજ ફરી એકવાર ‘મંડાલા મર્ડર્સ’ દ્વારા OTT જગતમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. વિઝ્યુલ ક્વાલિટી, સ્ક્રિપ્ટ અને દિગ્દર્શને આ શો માટે મોટા અપેક્ષાઓ ઉભી કરે છે.


FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/

Facebook: https://www.facebook.com/tv13gujarati

Twitter : https://twitter.com/tv13gujarati

Instagram : https://instagram.com/tv13gujarati

linkedin : https://www.linkedin.com/company/9095...

WhatsApp Channel :  https: //whatsapp.com/channel/

0029Va5h5lFLikgFQ1gJxZ2U 

WhatsApp Group :  https://chat.whats

app.com/L1eF5HL2qu51EIqrPVyoHB