લોડ થઈ રહ્યું છે...

રંગોત્સવના ઉજવણી પર્વે રંગોથી રંગાયા ગુજરાતના નેતાઓ

 ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે ઉજવાયો હોળી ઉત્સવ


Updated:2025-03-12 19:57:30

ગુજરાત વિધાનસભામાં હોળી પર્વની ઉજવણી

1/4
image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ-વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ

આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલના સંગે ઉજવણી

2/4
image

વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યો, સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્ર થયા હતા. આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલના સંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનગૃહમાંથી પગપાળા આ પ્રાંગણમાં પહોંચ્યા હતા.

વાતાવરણને રંગારંગ, ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતીક બનાવ્યું

3/4
image

રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો, હોળીગીતોના તાલે ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણને રંગારંગ, ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતીક બનાવ્યું હતું.

રંગપર્વનો મન મૂકીને આનંદ માણ્યો

4/4
image

રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીના કર્યા હતા અને આ રંગપર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો.