લોડ થઈ રહ્યું છે...

દીપિકા પદુકોણે રચ્યો ઇતિહાસ;‘હોલીવૂડ વોક ઓફ ફેમ’નું સન્માન મેળવનારી પહેલી ભારતીય અભિનેત્રી બની

દીપિકા પદુકોણે ફરી એકવાર ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. હોલીવૂડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 2026 માટે જાહેર કરાયેલી વોક ઓફ ફેમની યાદીમાં દીપિકા પદુકોણનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે જ તેણી આ ગૌરવ મેળવનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે.

Updated:2025-07-04 17:26:55

ભારતીય સિનેમાની વૈશ્વિક ઓળખ બની અભિનેત્રી

1/6
image

અભિનેત્રી વોક ઓફ ફેમના લગભગ 2,700 સેલિબ્રિટીઝમાં સામેલ થાઈ છે અને તેનો સ્ટાર, જે 2026માં સ્થાપિત થવાનો છે, તે વૈશ્વિક સિનેમામાં ભારતીય પ્રતિનિધિત્વ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન દર્શાવે છે. વર્ષ 2026 માટે જાહેર કરાયેલી હોલીવૂડ વોક ઓફ ફેમની યાદીમાં ૩૫ કલાકારોનાં નામ છે.

માતૃત્વ પછી મળેલું ગૌરવ

2/6
image

વિશેષ વાત એ છે કે દીપિકા માતા બન્યા પછી આ માન પામનાર અભિનેત્રી બની છે. આ સિદ્ધિ માત્ર તેણી માટે નહીં, પરંતુ સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની વાત છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર આ સન્માન અંગે ખુશી અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.


હોલીવૂડમાં ભારતીય પ્રતિનિધિત્વ

3/6
image

દીપિકા પદુકોણે 2017માં ફિલ્મ XXX: Return of Xander Cage દ્વારા હોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેણીએ માત્ર ભારતીય સિનેમામાં નહીં, પણ વૈશ્વિક મંચ પર પણ પોતાની ઓળખ બનાવી છે. Louis Vuitton અને Cartier જેવી વૈશ્વિક ફેશન બ્રાન્ડ્સ સાથે જોડાવા વાળી તે પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે.

2026ની યાદીમાં અન્ય હસ્તીઓ

4/6
image

2026 માટેની વોક ઓફ ફેમ યાદીમાં દીપિકા ઉપરાંત એમિલી બ્લન્ટ, ટીમોથી શેલમેટ, ડેમી મૂર, રશેલ મેકએડમ્સ, સ્ટેનલી ટુચી અને રામી મેલેક જેવા હોલીવૂડના દિગ્ગજ કલાકારોના નામ પણ સામેલ છે. આ યાદી હોલીવૂડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાઈવ સ્ટ્રીમ દ્વારા જાહેર કરવામાં આવી હતી.



સ્ટાર માટે ખર્ચ અને પ્રક્રિયા

5/6
image

હોલીવૂડ વોક ઓફ ફેમમાં સ્ટાર મેળવવા માટે $85,000 (અંદાજે ₹73 લાખ)નો ખર્ચ થાય છે, જે સ્ટારની ડિઝાઇન, સ્થાપન અને જાળવણી માટે વપરાય છે. આ રકમ કલાકાર અથવા તેના સ્પોન્સર દ્વારા ચૂકવવામાં આવે છે. દીપિકાએ આ ખર્ચ પોતે કર્યો કે નહીં તે અંગે હજુ કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી.

દીપિકાનું આંતરરાષ્ટ્રીય યોગદાન

6/6
image

દીપિકા પદુકોણે અગાઉ પણ અનેક આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ હાંસલ કરી છે. 2018માં તેઓ TIME મેગેઝીન દ્વારા વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન પામેલી હતી. તેણીએ 2022ના FIFA વર્લ્ડ કપ ફાઈનલમાં ટ્રોફીનું અનાવરણ કરીને પણ ઇતિહાસ રચ્યો હતો.