લોડ થઈ રહ્યું છે...

હેપી બર્થડે શ્રેયા ઘોષાલ

બોલિવૂડની સુંદર ગાયિકા શ્રેયા ઘોષાલને કોઈ પરિચયની જરૂર નથી, તેમનો અવાજ તેમની ઓળખ છે. શ્રેયા ઘોષાલ ફિલ્મ ઉદ્યોગની એવી ગાયિકાઓમાંની એક છે જેમણે ખૂબ જ ઓછા સમયમાં મોટી સફળતા મેળવી. શ્રેયા દર વર્ષે 12 માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવે છે. 1984માં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જન્મેલી શ્રેયા ઘોષાલ આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે.

Updated:2025-03-12 21:00:34

16 વર્ષની ઉંમરે ગાયું હતું પહેલું બોલિવૂડ સોંગ

1/4
image

શ્રેયા ઘોષાલ બોલિવૂડની ટોપ ગાયિકાઓમાંની એક છે. તેમણે માત્ર ચાર વર્ષની ઉંમરે ગાયનની તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું. શ્રેયાના પહેલા ગુરુ તેની માતા હતા. તેમણે 'દેવદાસ' ફિલ્મ માટે પોતાનું પહેલું ગીત 'બારી પિયા' ગાયું હતું. તે સમયે શ્રેયા માત્ર 16 વર્ષની હતી અને આ ગીતે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી.

18 વર્ષની ઉમરે જીત્યો હતો આ ખિતાબ

2/4
image

18 વર્ષની ઉંમરે, શ્રેયાએ ગાયનમાં પોતાનો પહેલો નેશનલ એવોર્ડ જીત્યો. તે વર્ષ 2000માં ઝી ટીવીના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો 'સા રે ગા મા પા ચાઇલ્ડ સ્પેશિયલ' ની વિજેતા બની હતી.


શ્રેયા ઘોષાલ ડે

3/4
image

શ્રેયાએ પોતાની ગાયકી માટે કુલ 6 ફિલ્મફેર એવોર્ડ અને ચાર નેશનલ એવોર્ડ જીત્યા છે. તેણી હવે ઘણા સિંગિંગ રિયાલિટી શોમાં જજ પણ બને છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના એક રાજ્યમાં દર વર્ષે 26 જૂને 'શ્રેયા ઘોષાલ ડે' ઉજવવામાં આવે છે.ઓહિયો રાજ્યના ગવર્નર ટેડ સ્ટ્રિકલેન્ડે 26 જૂન, 2010 ને 'શ્રેયા ઘોષાલ ડે' તરીકે જાહેર કર્યો હતો.

પ્રખ્યાત ગાયકો સાથે કર્યું છે કામ

4/4
image

આજે શ્રેયાની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. શ્રેયાએ ઇન્ડસ્ટ્રીમાં ઘણા શાનદાર ગીતો આપ્યા છે. ઘોષાલે કવિતા કૃષ્ણમૂર્તિ, ઉદિત નારાયણ જેવા ગાયકો સાથે પાંચ ગીતો ગાયા, જેમ કે "સિલસિલા યે ચાહત કા", "બૈરી પિયા", "મોર પિયા" અને "ડોલા રે ડોલા". શ્રેયાએ જાદુ હૈ નશા હૈ, અગર તુમ મિલ જાઓ, મેરે ઢોલના, તેરી ઓરે જેવા લોકપ્રિય ગીતો ગાયા છે.