કેવો હતો સેલેબ્સનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025?
શિલ્પા શેટ્ટીથી લઈને હિના ખાન સુધી, બોલિવૂડથી લઈને ટીવી સ્ટાર્સ સુધી ઘણા બધા સેલેબ્સ યોગ દિવસ પર પ્રભુત્વ ધરાવે છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે હિના ખાનથી શિલ્પા શેટ્ટી સુધી સેલેબ્સે યોગથી ભરી ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. સેલેબ્સે તેમની પરફેક્ટ ફિટનેસની તસવીરો પણ શેર કરી છે. 21 જૂનના દિવસે જ્યારે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહી છે. ત્યારે ટેલિવિઝનથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સેલિબ્રિટીઓએ આ દિવસની ઉજવણી ધામધૂમથી કરી.
Updated:2025-06-21 19:34:07
હિના ખાનનો યોગ સાથે સંઘર્ષ અને શાંતિનો સંદેશ

ટીવી અભિનેત્રી હિના ખાને યોગ દિવસના દિવસે દરિયાકાંઠે યોગ કરતી કેટલીક શાંતિભરી તસવીરો શેર કરી. તેમણે લખ્યું કે યોગ, શ્વાસ વ્યવસ્થિત કરવી અને ધ્યાન—આ બધું જીવન માટે જરૂરી છે. “સૌથી પહેલા પોતાને માટે શ્રેષ્ઠ બનો,” એમ તેમણે ઉમેર્યું.
શિલ્પા શેટ્ટીનું યોગ માટે સમર્પણ

ફિટનેસ માટે જાણીતી શિલ્પા શેટ્ટીએ પણ યોગ દિવસ પર પોતાનો યોગ સત્રનો વીડિયો શેર કર્યો. તેમણે લખ્યું કે “જ્યારે આપણને કંઈક ખાસ મળે છે, ત્યારે તેની કિંમત સમજવી જોઈએ.” તેમણે ધનુરાસન, સેતુબંધાસન અને ચક્રાસન જેવા આસનો કર્યા અને યોગને જીવનશૈલીનો ભાગ બનાવવાનો સંદેશ આપ્યો.
અનુપમ ખેરનું ટાઈમ્સ સ્ક્વેર પર યોગ સત્ર

અભિનેતા અનુપમ ખેરે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર યોગ દિવસ ઉજવ્યો. તેમણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી અને ભારતનું પ્રતિનિધિત્વ કરતા ગૌરવ અનુભવો વ્યક્ત કર્યો.
તાહિરા કશ્યપનો આધ્યાત્મિક અનુભવ

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે યોગ દિવસ પર અષ્ટાંગ યોગ કરતા ફોટા શેર કર્યા અને લખ્યું કે “આ એક આધ્યાત્મિક, શારીરિક અને ભાવનાત્મક પરિવર્તન છે.” તેમણે યોગને જીવનમાં અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
નિમ્રત કૌરની કુદરત વચ્ચે યોગ યાત્રા

અભિનેત્રી નિમ્રત કૌરે કુદરતની વચ્ચે યોગ કરતી તસવીરો શેર કરી અને લખ્યું કે “યોગ માત્ર આસનો નથી, તે મનની શક્તિ છે. શ્વાસ, શરીર અને આત્માનું સંતુલન છે. યોગ: કર્મસુ કૌશલમ'”
નિકિતા દત્તા અને રિદ્ધિમા કપૂરનો યોગ દિવસ ઉજવણી

અભિનેત્રી નિકિતા દત્તાએ યોગ કરતી તસવીરો શેર કરી અને ચાહકોને યોગ દિવસની શુભેચ્છા આપી. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ પણ ફિલ્મ શૂટિંગ દરમિયાન ક્રૂ સાથે યોગ દિવસ ઉજવ્યો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats