જુલાઈમાં રોમાંસનો લાગશે તડકો, 'મેટ્રો ઇન દિનોન' થી 'પરમ સુંદરી' સુધીની આ રોમેન્ટિક ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થશે
જુલાઈ મહિનામાં થિયેટર સીઝન પણ રોમાંસ અને પ્રેમથી ભરપૂર રહેશે. ઘણી રોમેન્ટિક ફિલ્મો મોટા પડદા પર રિલીઝ થવાની છે. એક્શન અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મોની સીરિઝ પછી જુલાઈ મહિનામાં હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી ફિલ્મો મોટા પડદા પર ફેલાવશે જાદુ. સિનેમાના દર્શકોને હળવી રોમેન્ટિક ફિલ્મ જોયાને ઘણો સમય થઈ ગયો છે, તેથી સારા સમાચાર એ છે કે આવતા અઠવાડિયે ઘણી રોમેન્ટિક ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મોએ તેમની રિલીઝ પહેલા જ ઘણી ચર્ચા જગાવી છે. ચાલો અહીં જાણીએ કે દર્શકોનું મનોરંજન કરવા માટે જુલાઈમાં કઈ રોમેન્ટિક-કોમેડી ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.
Updated:2025-06-24 19:12:22
મેટ્રો…ઇન દિનો (4 જુલાઈ)

અનુરાગ બસુ દિગ્દર્શિત ‘મેટ્રો…ઇન દિનો’એ આધુનિક પ્રેમકથાઓ પર આધારિત રોમેન્ટિક એન્થોલોજી ફિલ્મ છે. આ ફિલ્મ ચાર જુદી જુદી ઉમરના કપલ્સની કહાનીઓ રજૂ કરે છે. ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, નીના ગુપ્તા, કોનકણા સેન શર્મા, અલી ફઝલ અને ફાતિમા સના શેખ જેવા દિગ્ગજ કલાકારો છે. આ ફિલ્મ ‘લાઈફ ઇન એ મેટ્રો’ની સ્પિરિચ્યુઅલ સિક્વન્સ માનવામાં આવે છે.
આંખોં કી ગુસ્તાખિયાં (11 જુલાઈ)

વિક્રાંત મેસી અને શનાયા કપૂર અભિનીત આ ફિલ્મ રસ્કિન બોન્ડની ફેમસ સ્ટોરી ‘The Eyes Have It’ પરથી પ્રેરિત છે. આઅ ફિલ્મમાં એક દ્રષ્ટિહીન સંગીતકાર અને એક થિયેટર કલાકાર વચ્ચે ટ્રેનમાં થયેલી મુલાકાતથી શરૂ થતી લવસ્ટોરી દર્શાવવામાં આવી છે. શનાયાની આ ડેબ્યુ ફિલ્મ છે અને દર્શકો માટે એક ઇમોશનલ જર્ની સાબિત થવાની આશા છે.
સૈયારા (18 જુલાઈ)

મોહિત સુરીએ દિગ્દર્શિત કરેલી ‘સૈયારા’માં અનન્યા પાંડેના કઝિન અહાન પાંડે અને અનીત પઢ્ડા મુખ્ય ભૂમિકામાં છે. યશરાજ ફિલ્મ્સની આ રોમેન્ટિક ડ્રામા એક ડીપ ઇમોશનલ લવસ્ટોરી રજૂ કરે છે. ફિલ્મનું ટાઇટલ ટ્રેક પહેલેથી જ લોકપ્રિય બની ગયું છે અને નવી જોડીની કેમિસ્ટ્રી માટે ફેન્સ ઉત્સુક છે.
પરમ સુંદરિ (25 જુલાઈ)

સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર અભિનીત ‘પરમ સુંદરિ’ એક ક્રોસ-કલ્ચરલ લવ સ્ટોરી છે. ઉત્તર ભારતીય છોકરો અને દક્ષિણ ભારતીય છોકરી વચ્ચેના કલ્ચર ડિફરન્સ વાળા પ્રેમને હાસ્ય અને ગૂંચવણભર્યા પ્રસંગો સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મના ટ્રેલર અને સંગીતે પહેલેથી જ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats