Met Gala 2025 : કિયારાએ મધરહૂડને કરી સલામ, SRK પોતાના આઇકોનિક પોઝમાં, દિલજીત દોસાંજ મહારાજા લુકમાં, જુઓ તસવીરો
મેટ ગાલાનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. આ વખતે, શાહરૂખ ખાનથી લઈને કિયારા અડવાણી સુધી, ભારતીય સ્ટાર્સે કાર્પેટ પર પોતાનો જાદુ બતાવ્યો. ચાલો જાણીએ ભારતીય સેલિબ્રિટીઓના પોશાક વિશે.
Updated:2025-05-06 12:22:24
શાહરુખ ખાનનો સ્ટારડમ લુક

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને આ વખતે મેટ ગાલામાં પોતાનો ભવ્ય એન્ટ્રી કરી. કિંગ ખાને પ્રખ્યાત ભારતીય ડિઝાઇનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો. શાહરૂખે બ્લેક ડ્રેસ સાથે ઓર્નામેન્ટ પણ પહેર્યા હતા, જેમાં તે કોઈ સુપરસ્ટારથી ઓછો દેખાતો ન હતો.
કિયારા બેબી બમ્પ સાથે લાગી સુંદર

કિયારા અડવાણીએ મેટ ગાલા 2025 માં પોતાનું ડેબ્યૂ કર્યું અને. તેણી ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના ખાસ ડ્રેસમાં જોવા મળી હતી. તે ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં બ્લુ કાર્પેટ પર જનારી ચોથી બોલિવૂડ અભિનેત્રી બની. કિયારા 'બ્રેવહાર્ટ' લુકમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
દિલજીત મહારાજા લુકમાં

ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝે આ વખતે મેટ ગાલામાં ભવ્ય ડેબ્યૂ કર્યું. દિલજીત ઘણીવાર પોતાની ફેશનથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે, તેણે મેટ ગાલામાં પોતાના મહારાજા લુકથી બધાનું દિલ જીતી લીધું. દિલજીતે પ્રબલ ગુરુંગ દ્વારા ડિઝાઇન કરાયેલ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો. પંજાબી રાજવી શૈલીની ઝલક આપતા, દિલજીતના પોશાકમાં કુર્તો, ડ્રેપ્ડ બોટમ સાથેનો લાંબો ટ્યુનિક અને પાઘડી હતી. દિલજીતે ભારે એક્સેસરીઝ, ઘરેણાં અને તલવાર સાથે પોતાનો મહારાજા લુક પૂર્ણ કર્યો. દિલજીતને જોઈને તેના ચાહકોએ કહ્યું 'ઓયે પંજાબી આવી ગયો ઓયે'
પ્રિયંકાએ ક્લાસિક હોલીવુડની ઝલક બતાવી

ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરાએ આ વખતે મેટ ગાલામાં પોલ્કા ડોટ સૂટ ડ્રેસમાં પોતાનું આકર્ષણ ફેલાવ્યું. તે બાલમેઈનના ઓલિવિયર રૂસ્ટીંગ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ દેખાવે ક્લાસિક હોલીવુડને એક નવો અવતાર આપ્યો, જેમાં એક શાર્પ સિલુએટ અને સ્ટાઇલનું પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રિયંકાના ડ્રેસને પ્રતિષ્ઠિત ઇટાલિયન હાઉસ Bvlgariના અદભુત ઘરેણાંથી શણગારવામાં આવ્યો હતો.
મેટ ગાલામાં ઈશા અંબાણી ચમકી

ઈશા અંબાણીએ મેટ ગાલા 2025માં પાંચમી વખત અદભુત દેખાવ કર્યો. તેણે ડિઝાઇનર અનામિકા ખન્નાના સિગ્નેચર બ્લેક, વ્હાઇટ અને ગોલ્ડ ડ્રેસમાં બધાનું ધ્યાન ખેંચ્યું. આફ્રિકન કાપડ અને વૈશ્વિક કારીગરીથી પ્રેરિત થઈને અનામિકાએ આ ડ્રેસ બનાવ્યો, જેને બનાવવામાં 20,000 કલાકથી વધુ સમય લાગ્યો, જેમાં અંબાણી પરિવારના અંગત સંગ્રહમાંથી મોતી, કિંમતી પથ્થરો અને રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો. ઈશાએ પોતાના લુકને મોટા હીરા અને ચમકતા મોતીના ઘરેણાંથી સજાવ્યો.