લોડ થઈ રહ્યું છે...

હે કુદરત કેમ એ અનેક હસતા માસુમ સપનાઓની ઉડાન આખરી ઉડાન બની રહી ?

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 12 જૂન, 2025 ના રોજ અમદાવાદ એરપોર્ટ નજીક ક્રેશ થઈ હતી. વિમાનમાં 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ નાગરિકો અને એક કેનેડિયન નાગરિક સવાર હતા.


Updated:2025-06-14 15:54:10

ડૉ. પ્રતીક જોશી અને ડૉ. કોમી વ્યાસ

1/6
image

ડૉ. પ્રતીક જોશી, તેમની પત્ની ડૉ. કોમી વ્યાસ અને તેમના ત્રણ નાના બાળકો, પુત્રી મીરાયા અને જોડિયા પુત્રો પ્રદ્યુત અને નકુલ સાથે લંડનમાં સાથે નવું જીવન શરૂ કરવા જઇ રહ્યાં હતા. પરંતુ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં આખો પરિવાર નવું જીવન શરૂ કરતા પહેલાં જ હોમાઇ ગયો. 

ખુશ્બુ રાજપુરોહિત

2/6
image

રાજસ્થાનના બાલોત્રા જિલ્લાની રહેવાસી ખુશ્બુ રાજપુરોહિતનું પણ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ખુશ્બુના લગ્ન ચાર મહિના પહેલા જ થયા હતા. તે તેના પતિને મળવા લંડન જઈ રહી હતી. ખુશ્બુ પહેલી વાર વિદેશ જઈ રહી હતી, પરંતુ તેને ખબર નહોતી કે આ તેના જીવનની છેલ્લી ઉડાન સાબિત થશે.

હીર અને ધીર બક્ષી

3/6
image

યુનાઇટેડ કિંગડમમાં રહેતી બે બહેનો હીર અને ધીર બક્ષી દાદીના જન્મદિવસ માટે સરપ્રાઇઝ આપવા અમદાવાદ આવી હતી. સરપ્રાઇઝ આપ્યા બાદ લંડન પાછા ફરતી વખતે આ અકસ્માતમાં બંને બહેનોએ જીવ ગુમાવ્યો છે.

અકીલ નાનાબાવા અને હન્ના વોરાજી

4/6
image

અકીલ નાનાબાવા, હન્ના વોરાજી અને 4 વર્ષની દિકરી સારા નાનાબાવા ભારતની સરપ્રાઇઝ વિઝિટ બાદ લંડન પરત જઇ રહ્યાં હતા. પ્લેન ક્રેશમાં આખો પરિવાર મોતને ભેટ્યો. 


યશા કામદાર અને રક્ષા મોઢા

5/6
image

૩૨ વર્ષની યશા કામદાર મોઢા ૨૨ જૂનના રોજ લંડનમાં તેમના સસરાની પ્રાર્થના અને શોક સભામાં હાજરી આપવા માટે તેમના પુત્ર રુદ્ર અને સાસુ રક્ષાબેન સાથે મુસાફરી કરી રહી હતી. રક્ષાબેનનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

જેમી મીક અને ફિઓંગલ ગ્રીનલો

6/6
image

બ્રિટિશ વેલનેસ ઇન્ફ્લુઅન્સર જેમી મીક અને તેમના પતિ ફિઓંગલ ગ્રીનલો લંડન જઇ રહ્યાં હતા. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં તે બંનેનું પણ મોત થયું છે.