લોડ થઈ રહ્યું છે...

ફાધર્સ ડે પર પ્રીતિ ઝિન્ટાએ શેર કર્યા તેના ટ્વીન્સ બાળકોના સુંદર ફોટો

પ્રીતિ ઝિન્ટાએ ફાધર્સ ડે પર તેના પતિ જીન ગુડઈનફ સાથે તેના ટ્વીન્સ બાળકોનો એક ફોટો શેર કર્યો. બોલીવુડની ડિમ્પલ ક્વીન પ્રીતિ ઝિન્ટા ફાધર્સ ડેના ખાસ દિવસે તેના પતિ ગુડઈનફ અને ટ્વીન્સ બાળકો સાથે સમય વિતાવતી જોવા મળી. તેમની આ તસવીરો ખૂબ જ સુંદર છે. 

Updated:2025-06-16 17:13:05

પ્રીતિ ઝિન્ટાએ શેર કર્યા સુંદર ફોટો

1/4
image

પ્રીતિ ઝિન્ટાએ ફાધર્સ ડે પર એક સુંદર કૌટુંબિક ફોટો શેર કર્યો જેમાં તેના પતિ ગુડઈનફ અને તેણીના ટ્વીન્સ જય અને જીયા જોવા મળે છે. 

ફાધર્સ ડે પર પતિ જીન ગુડઈનફ સાથેના ફોટો

2/4
image

પહેલી તસવીરમાં, જીન ગુડઈનફ જંગલમાં ફરતા જોવા મળે છે, તેની પાછળ બાળકો એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળે છે. પ્રીતિના દીકરા જયએ વાદળી ટી-શર્ટ અને કાળો શોર્ટ્સ પહેર્યો હતો અને પુત્રી જીયા સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

પ્રિતીએ પતિ સાથે વિતાવ્યો પ્રેમાળ સમય

3/4
image

બીજી તસવીરમાં, પ્રીતિ તેના પતિ ગુડઈનફ સાથે જોવા મળે છે. બંને તસવીરમાં પ્રેમથી હસતા જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે, અભિનેત્રીએ એક સુંદર કેપ્શન પણ લખ્યું. તેણીએ લખ્યું - 'પ્રિય પિતાને હેપ્પી ફાધર્સ ડે.'

પ્રીતિએ સરોગસીની મદદથી ટ્વીન્સનું સ્વાગત કર્યું હતું

4/4
image

પ્રીતિ અને જીને વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા અને સરોગસીની મદદથી ટ્વીન્સ બાળકોનું તેમના ઘરે સ્વાગત કર્યું હતું. પ્રીતિ હવે થોડા સમય પછી બોલિવૂડમાં વાપસી કરવા જઈ રહી છે. તે 'લાહોર 1947' ફિલ્મમાં સની દેઓલ અને શબાના આઝમી સાથે જોવા મળશે.