Tricolour Recipes : પ્રજાસત્તાક દિવસ પર ટ્રાય કરો ટેસ્ટી ત્રિરંગા રેસિપી

આ પ્રજાસત્તાક દિવસે જો તમે પણ દેશભક્તિના રંગોમાં ડૂબીને તમારા રસોડામાં કેટલીક સ્વાદિષ્ટ ત્રિરંગાની રેસિપી અજમાવવા માંગતા હો, તો આ વાનગીઓ તમને મદદ કરી શકે છે. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને આ વાનગીઓ ખાવાનું ગમે છે.

Updated:2024-01-24 12:46:38

ત્રિરંગા પુલાવ

1/6
image

આ પ્રજાસત્તાક દિવસને ખાસ બનાવવા માટે તમે તમારા પરિવાર સાથે ત્રિરંગા પુલાવની સ્વાદિષ્ટ સુગંધ અને સ્વાદનો આનંદ માણી શકો છો. પુલાવમાં ત્રણ રંગ કરવા માટે પાલક અને કેસરનો ઉપયોગ કરો. સાથે જ  સાદા ચોખાને અલગથી રાંધીને સ્વાદિષ્ટ પુલાવ તૈયાર કરો.

ત્રિરંગા સેન્ડવિચ

2/6
image

ટ્રાઇકલર સેન્ડવીચ બનાવવા માટે તમારે બ્રેડના ટુકડા, ગાજર, કાકડી, ચીઝનો ટુકડો, માખણ, મેયોનીઝ, ટોમેટો કેચઅપ અને લીલી ચટણીની જરૂર પડશે. ત્રિરંગાના કલર પ્રમાણે સેન્ડવીચ તૈયાર કરો. બસ તમારી સેન્ડવિચ નાસ્તામાં સર્વ કરવા માટે તૈયાર છે.

ત્રિરંગા પરાઠા

3/6
image

ત્રિરંગા પરાઠા બનાવવા માટે તમારે ત્રણ પ્રકારનો લોટ બાંધવો પડશે. આ પરાઠા માટે લીલા કલરનો લોટ બાંધવા પાલકની પેસ્ટ, કેસરી કલર માટે ગાજરની પેસ્ટનો ઉપયોગ કરો. સાદા પરાઠાનો લોટ બાંધીને અલગ-અલગ પ્યુરી મિક્સ કરીને 3 કલરનો લોટ તૈયાર કરો. આ લોટમાંથી ત્રિરંગા પરાઠા તૈયાર કરો.

ત્રિરંગા પાસ્તા સલાડ

4/6
image

ત્રિરંગા પાસ્તા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં સલાડ ડ્રેસિંગ, સેલરી, ટામેટાં, ઓલિવ, તુલસી નાખીને બધું બરાબર મિક્સ કરી લો. આ પછી તેમાં છીણેલું ચીઝ ઉમેરો. તૈયાર છે તમારો હેલ્ધી અને ટેસ્ટી ત્રિરંગા પાસ્તા તૈયાર છે. 

ત્રિરંગા ઈડલી

5/6
image

ત્રિરંગા ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ કેસરી રંગનું બેટર તૈયાર કરો, જેમાં થોડું છીણેલું ગાજર ઉમેરો અને લીલા રંગ માટે થોડી બ્લાન્ચ કરેલી પાલકની ગ્રેવી ઉમેરો. હવે સ્ટીમર પ્લેટને માખણથી ગ્રીસ કરીને અને દરેક રંગના બેટરને અલગ-અલગ સ્ટીમરમાં નાખીને ત્રિરંગા ઇડલી તૈયાર કરો.

ત્રિરંગા ઢોકળા

6/6
image

ત્રિરંગા ઢોકળા તૈયાર કરવા માટે સોજી, પાલકની પ્યુરી અને ગાજરનો ઉપયોગ કરો. આ એક ઝડપી અને સરળ રેસિપી છે. જેનાથી સ્પોન્જી નાસ્તો તૈયાર થાય છે. જેને તમે ગણતંત્ર દિવસને ખાસ બનાવવાનો પ્રયાસ કરી શકો છો.