શું છે અવિકા ગોર અને મિલિંદ ચંદવાણીની ‘ફિલ્મી’ સાગા?
‘બાલિકા વધુ’થી પ્રખ્યાત થયેલ અવિકા અને એમટીવી રોડીઝના સહભાગી મિલિંદ ચંદવાણી સાથે તેમની ફિલ્મી અને જાદુઈ સગાઈની જાહેરાત કરી છે.
Updated:2025-06-12 18:38:38
સપનાથી હકીકત સુધી

અવિકા ગોર, જેણે ‘બાલિકા વધુ’થી ઘરમાં નામ કમાયું, અવિકા જિંદગીની નવી સફરમાં આગળ વધી રહી છે. તેણે તાજેતરમાં જ તેની સગાઈની જાહેરાત કરી છે. આ ક્ષણ તેણીના જીવનની એક ‘ફિલ્મી’ અને યાદગાર પળ બની રહી.
પાંચ વર્ષનો પ્રેમ

અવિકા અને મિલિંદ છેલ્લા પાંચ વર્ષથી સાથે છે. 2020માં તેમણે પ્રથમવાર જાહેરમાં તેમના સંબંધનો ખુલાસો કર્યો હતો. અવિકા તેની સાથે જીવનની નવી શરૂઆત કરવા જઈ રહી છે. પાંચ વર્ષના પ્રેમના સંબંધ પછી, તેણે ગુપચુપ રીતે સગાઈ કરી લીધી છે.
મિલિંદનો જવાબ સ્વાભાવિક હતો

મિલિંદે તેણીને પ્રપોઝ કર્યું, અને અવિકાએ આનંદ સાથે હા કહી. મિલિંદે એ પળને તેના જીવનની ‘સૌથી સરળ હા’ ગણાવી.
એકબીજાના પૂરક, એક બીજાને સંભાળનાર

અવિકા ઇમોશનલ અને ચંચળ છે ત્યાં મિલિંદ શાંતિ અને સ્થિર છે. બંને એક બીજા માટે પર્ફેક્ટ મેચ છે. કેમ કે બેઓ એક બીજાના પૂરક છે.
પ્રેમ અને સમર્પણ

તેણીએ અગાઉ જણાવ્યું હતું કે મિલિંદ પ્રથમ છ મહિનાને ‘ફ્રેન્ડ-ઝોન’માં રાખવા માંગતો હતો, પણ અવિકાને તો શરૂઆતથી જ ખાતરી હતી કે તેઓ એકબીજાને પરફેક્ટલી બેલેન્સ કરે છે.
નવો પ્રસ્તાવ, નવી યાત્રા

અવિકા ફિલ્મોમાં પોતાનું સ્થાન મેળવી રહી છે અને મિલિંદ જેનું હ્રદય સામાજિક કાર્યોમાં જોડાયેલું છે, તેઓ એકબીજાની જિંદગીમાં એક મહત્વપૂર્ણ અંશ બની ગયા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats