શું છે અક્ષયની હાઉસફૂલ 5નું વીકેન્ડ બોક્સ ઓફિસ કલેક્શન ?
બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર હાઉસફુલ 5એ રવિવારે રેકોર્ડબ્રેક કમાણી કરી છે. આ ફિલ્મ હાઉસફુલ 5A અને હાઉસફુલ 5Bના બે વર્ઝનમાં રિલીઝ થઈ હતી.
Updated:2025-06-09 13:41:09
બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર હાઉસફુલ 5એ રવિવારે રેકોર્ડબ્રેક કમાણી કરી છે.

ડબલ ક્લાઈમેક્સ સાથેની આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ છે. પ્રારંભિક દિવસે શાનદાર કમાણી કર્યા પછી, હાઉસફુલ 5એ પહેલા સપ્તાહના અંતે પણ ખૂબ ધૂમ મચાવી હતી.
100 કરોડના કલબથી નજીક છે હાઉસફુલ 5

આ ફિલ્મ ત્રણ દિવસમાં 100 કરોડના આંકડાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. હાઉસફુલ 5એ તેની રિલીઝના પહેલા જ દિવસે 24 કરોડની કમાણી કરી હતી.
કેટલું છે હાઉસફૂલનું કલેક્શન?

ફિલ્મે બીજા દિવસે 31 કરોડની કમાણી કરી હતી અને શરૂઆતના ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર હાઉસફુલ 5એ ત્રીજા દિવસે 32 કરોડની કમાણી કરી છે. આ સાથે ત્રણ દિવસમાં હાઉસફુલ 5ની કુલ કમાણી હવે 87 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
સૌથી વધુ ઓપનિંગ કલેક્શનવાળી 2025ની બીજી ફિલ્મ

હાઉસફુલ 5એ શરૂઆતના સપ્તાહના અંતે મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ 2025ની બીજી સૌથી વધુ ઓપનિંગ કલેક્શનવાળી બની ગઈ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats