મુંબઈમાં 7 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 7ના મૃત્યુ, 45 ઘાયલ
આગ રાત્રે લગભગ 2.30 વાગે લાગી હતી. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે.
આ અકસ્માતમાં કુલ 46 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. HBT હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઘાયલોમાંથી 6 લોકોના મોત થયા છે, જેમાં પાંચ મહિલાઓ (2 બાળકો) અને એક પુરુષનો સમાવેશ થાય છે. 25 ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે, જેમાં 12 પુરુષો અને 13 મહિલાઓનો સમાવેશ થાય છે.