સુરતમાં ઓલપાડની માસમાં GIDCમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ઓલપાડની માસમાં GIDCમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે... હની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાંથી ઘીનો જથ્થો ઝડપાયો છે... જિલ્લા LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા... 50 લાખથી વધુની કિંમતનો 8 હજાર કિલોથી વધુનો જથ્થો ઝડપાયો છે... પોલીસે આ બાબતે FSL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી... ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા હતા... હાલ પોલીસે આ બાબતે ફરિયાદ દાખલ કરી છે... FSLના રિપોર્ટ બાદ ગુનો નોંધવામાં આવશે... પોલીસે ઘી ક્યાંથી આવ્યું અને ગોડાઉન માલિકની શોધખોળ શરૂ કરી દીધી છે...