અમદાવાદ: ડબલ ઋતુની વિપરીત અસરના કારણે વાઇરલ ઇન્ફેક્શનમાં વધારો
અત્યારે અમદાવાદમાં સવારે ઠંડી તો બપોરે ગરમી એમ ડબલ ઋતુ ચાલી રહી છે.... તેની વિપરીત અસરના કારણે વાઇરલ ઇન્ફેક્શન, પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે... શહેરના રામોલ, હાથીજણ, વટવા વોર્ડમાંથી કૉલેરામાં 7 જેટલા કેસ સામે આવ્યા છે.... આ મહિનાની વાત કરીએ તો, ઝાડા-ઊલટીના 233, કમળાના 101, ટાઇફોઇડના 274 અને કૉલેરાના 7 કેસ નોંધાયા હતા... મ્યુનિસિપલ કૉર્પોરેશને આ મહિનામાં 9 હજાર 571 જેટલા ક્લૉરિન ટેસ્ટ કર્યા હતા... તેમાંથી 217 જેટલા ક્લૉરિન ટેસ્ટ નીલ આવ્યા છે.... ઉપરાંત બેક્ટેરિયા---લૉજિકલ તપાસ માટે 2 હજાર 391 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમાંથી કુલ 37 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.... બીજી તરફ શહેરમાં મચ્છરજન્ય કેસની સંખ્યા 350ને પાર પહોંચી છે... તેમાં સાદા મેલેરિયાના 47, ઝેરી મેલેરિયાના 9, ડેન્ગ્યૂના 279 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા હતાં. તો આ મહિને લોહીના તપાસ માટે 56 હજાર 867 નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુની સિરમના 4 હજાર 923 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.