અમદાવાદ: મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમે રખડતાં ઢોર માટે ડ્રાઈવ શરૂ કરી
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોરનો આતંક છે... ત્યારે ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર અમદાવાદમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમે આ માટે ડ્રાઈવ શરૂ કરી છે.... દક્ષિણ ઝોનના CNCD વિભાગની ટીમ રાત્રિ દરમિયાન ડ્રાઈવ માટે પહોંચી હતી... તે વખતે જ તેમની પર પથ્થરમારો થયો હતો... તેના કારણે H.O.D જનરલ અને અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતની ટીમે સ્થળ છોડીને જવું પડ્યું હતું.