અમરેલી: સરકારે દિવાળી પ્રોત્સાહન ગ્રાન્ટની રકમના નામે આપ્યો ઝટકો
અમરેલીની ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE ઑપરેટર્સની સરકારે જાણે મજાક ઉડાવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, તેમના બેન્ક ખાતામાં સરકારે 3, 5, 7 અને 10 રૂપિયા જેટલી નજીવી રકમ જમા કરાવી છે. જિલ્લાની 50 ટકા કરતા વધુ ગ્રામ પંચાયતોના ઑપરેટર્સના ખાતામાં આ નજીવી રકમ જમા થઈ છે.... ઑપરેટર્સ દિવાળી પ્રોત્સાહન ગ્રાન્ટની રકમની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આંગણીના વેઢે ગણી શકાય તેવી રકમ જમા થતાં તેઓ હવે રોષે ભરાયા છે.... આપને જણાવી દઈએ કે, સરકાર દ્વારા વર્ષ 2006થી ગ્રામ પંચાયતોમાં VCEની નિમણૂક કરવામાં આવી છે.... ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE દ્વારા આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા, ઈ--શ્રમ સહિત અનેક કામગીરી કમિશન પર કરવાની હોય છે.... જોકે, વર્ષ 2017થી 2023 સુધી VCEને તેમનું મળવાપાત્ર કમિશન આજ દિવસ સુધી ચૂકવવામાં નથી આવ્યું.... બીજી તરફ ઇ--સેવા સોસાયટી VCEઓનું શોષણ કરતી હોવાનો જિલ્લા યુનિયન પ્રમુખે આક્ષેપ કર્યો હતો... આ સાથે જ તેમણે સરકાર આ ઇ--સેવા સોસાયટીને હટાવે તેવી માગ કરી હતી.