દરિયાપુર વિધાનસભાની અંતર્ગત ઈ-કાર્યાલય બનાવવામાં આવ્યું
ગુજરાતની વિધાનસભા જેમાં દરિયાપુર વિધાનસભાની અંતર્ગત ઈ-કાર્યાલય બનાવવામાં આવ્યું છે... જનતાનો સમય બચે તેને ધ્યાનમાં રાખીને આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે... આ ઇ-કાર્યાલય એક સપ્તાહમાં કુલ 1,200થી વધારે ફરિયાદો લોકોએ કરી છે... જેમાં લોકોને પ્રાથમિક સુવિધાઓની ફરિયાદો કરી છે... જેમાં ગટર, રોડ રસ્તા, રાશન કાર્ડ જેવી લોકોની ફરિયાદો આવી છે... 1,200 ફરિયાદોમાંથી 900 જેટલી ફરિયાદોનો નિકાલ લાવવામાં આવ્યો છે... ધારાસભ્ય કૌશિક જૈનનો કાર્યાલય વીજળીની બચતમાં પણ આગળ છે... ધારાસભ્યના કાર્યાલય કોમ્પ્યુટર તથા તમામ વીજળીથી ચાલતા સાધનો સોલાર પેનલથી ઉત્પન્ન થયેલી વીજળીથી ચાલે છે....