સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા
સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેમાં જિલ્લામાં ફરી એક વાર કીમ ગામે લાઈવ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. પથ્થર, લાકડાના સપાતા સાથે જાહેરમાં મારામારી કરી હતી. મારામારીની ઘટનામાં અનેક યુવકો લોહીલુહાણ થયા હતા. જૂની અદાવતમાં ફરીથી જાહેરમાં બબાલ મચાવી હતી. ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વોએ અગાઉ પણ આજ પ્રકારે બબાલ મચાવી હતી.