અમદાવાદમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો
અમદાવાદમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે.... કૉર્પોરેશનની ટીમ સિવિલ હોસ્પિટલ નજીકના દબાણો દૂર કરવાની કામગીરી કરી રહી હતી.... અહીં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પણ હાજર હતા.... તે દરમિયાન અહીંના ટોળાએ તેમની પર હુમલો કર્યો હતો.... ત્યારબાદ તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.