સુરતમાં ઑલા બાઈક કંપનીથી ગ્રાહકો હેરાન
સુરતમાં ઑલા બાઈક કંપનીથી ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે.... ગ્રાહકોનો આક્ષેપ છે કે, ઓનલાઈન બૂકિંગ સમયે કંપની લોભામણી લાલચ આપે છે.... પરંતુ વાહન ખરીદ્યા પછી સર્વિસના નામે મીંડું છે.... દોઢથી 2 લાખ રૂપિયાની ગાડી ખરીદ્યા પછી પણ ગ્રાહકો સર્વિસના નામે છેતરાઈ ગયા છે.... એક, બે નહીં પરંતુ પચાસેક જેટલા ગ્રાહકો છેલ્લા 2--3 મહિનાથી આ માટે ધક્કા ખાઈ રહ્યા છે.... તેમ છતાં કંપની તરફથી કોઈ પગલા નથી લેવાતા.... આખરે કંટાળીને ગ્રાહકોએ બાઈકની ઑફિસમાં હોબાળો મચાવ્યો હતો.... જ્યારે ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.