દ્વારકા: સરકારી શાળામાં ચાલુ ક્લાસમાં ઊંઘતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ
દ્વારકાથી એક આશ્ચયજનક વીડિયો સામે આવ્યો છે.., દ્વારકાના કલ્યાણપુર પંથકની સરકારી શાળાનો આ વીડિયો છે.. વીડિયોમાં તમે જોઈ શકો છો કે.. શાળામાં ભણતા આ વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસમાં ઉંઘી રહ્યાં છે... નવરાત્રિ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ મોડી રાત સુધી ગરબે રમ્યા હતા.. ગરબા રમ્યા હોવાથી ઉંઘ પુરી ન થતાં વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસમાં જ નીચે સૂઈ ગયા હતા,, તો કેટલાક વિદ્યાર્થીઓ ચાલુ વર્ગખંડમાં જોંખા ખાતા પણ નજરે આવે છે.. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થયો છે...